બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ લશ્કર અને જૈશના આતંકવાદી અફઘાનિસ્તાનમાં ટ્રેનીંગ લઇ રહ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 17:46:56
  • Views : 545
  • Modified Date : 2019-07-07 17:46:56

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. ગુપ્તચર વિભાગની રિપોર્ટ બાદ અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂતો અને અન્ય અધિકારીઓને હાઇ એલર્ટ મોકલવામાં આવ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની આતંકી અફઘાનિસ્તાનના કંધાર, કુનાર, નૂરિસ્તાન અને નગરહાર પ્રાંતમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે.પુલવામાં હુમલા બાદ ભારતે કરી હતી એરસ્ટ્રાઇકઆ વર્ષે 14 ફેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કોન્વોય પર ફિદાઇન હુમલો થયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ઘટનાની જવાબદારી જૈશે લીધી હતી. ત્યારબાદ ભારતીય વાયુસેનાના મિરાજ-2000 પ્લેને પીઓકેમાં બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઇક કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એરસ્ટ્રાઇકમાં લગભગ 300 આતંકીનું મોત થયું હતું.પાકિસ્તાની આતંકીઓએ તાલિબાન સાથે હાથ મિલાવ્યોરિપોર્ટ પ્રમાણે પાક આતંકીઓએ તાલિબાન, હક્કાની નેટવર્ક સહિત અફઘાન વિરોધી સંગઠનોથી હાથ મિલાવી લીધો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકી સંગઠનોને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફો(એફએટીએફ)ર્સથી પાકિસ્તાનને બ્લેક લિસ્ટ થવાથી બચાવવા માટે આ પગલું ભર્યું છે. એફએટીએફની આ વર્ષના અંતે પેરિસમાં બેઠક થવાની છે. પાકિસ્તાનને પહેલાથીજ ટેરર ફંડિગ રોકવા અને આતંકવાદી પ્રવૃતિઓ પર લગામ લગાવવા સંબંધી નિર્દેશ આપવામાં આવ્યાં છે નહિંતર વિશ્વસ્તર પર તેને બ્લેક લિસ્ટેડ જાહેર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News