ગઠબંધનની સરકારને ખુશ કરવા પ્રેયર રૂમમાં સેક્સ વર્કરો બોલાવાતી, અશ્લિલ વીડિયો લીક થતાં PMના રાજીનામાની માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 14:15:03
  • Views : 700
  • Modified Date : 2021-03-24 14:15:03

      ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર સાંસદો અને કર્મચારીઓના સેક્સ અને માસ્ટરબેટનો વીડિયો લીક થતાં હોબાળો શરૂ થઈ ગયો છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન સ્કોટ મોકિસનની સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં પણ સંસદની અંદર એક મહિલા કર્મચારી સાથે બળાત્કારની ઘટના ઘણી વિવાદમાં રહી હતી. આ દરમિયાન નવા કાંડનો ખુલાસો થયા પછી સરકારે તાત્કાલિક તેમના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.

     ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર શૂટ કરવામાં આવેલા આ સેક્સ વીડિયોને એક ગ્રૂપ ચેટમાં શેર કરવામાં આવ્યો હતો જેને એક વ્યક્તિ દ્વારા લીક કરવામાં આવ્યો હતો. આ વીડિયોનો મીડિયામાં ખુલાસો થયો પછી હોબાળો શરૂ થઈ ગયો છે. વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ એક મહિલા સાંસદના ડેસ્ક પાસે માસ્ટરબેટ કરી રહ્યો છે.

     વીડિયો લીક કરનારની ઓળખ ટોમ તરીકે કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે, સરકારી કર્મચારી અને સાંસદ ઘણી વખત સંસદના પ્રેયર રૂમનો ઉપયોગ સેક્સ માટે કરતાં હતા. તેણે આરોપ લગાવ્યો છે કે, સેક્સ વર્કરોને સંસદની ઈમારતની અંદર લાવવામાં આવતી હતી જેથી ગઠબંધન સરકારના સાંસદનો ખુશ કરી શકાય. ટોમે જણાવ્યું કે, કર્મચારીઓ વચ્ચે ઘણી વખત અશ્લીલ તસવીરો શેર કરવામાં આવતી હતી. જોકે અશ્લીલ તસવીરો અને વીડિયો એટલી હદે શેર કરવામાં આવતા હતા કે તેમને તેની આદત થઈ ગઈ હતી.

    સમગ્ર દેશમાં આરોપીઓ સામે વિરોધ-પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદો પણ સામેલ છે. મહિલા મુદ્દાના મંત્રી મરિસે પાયનેએ કહ્યું છે કે, સરકારે આ સમગ્ર ઘટનાની તપાસ કરવી જોઈએ. સામાન્ય જનતાની નારાજગીથી બચવા માટે સરકારે હાલ ઉચ્ચસ્તરિય તપાસનો આદેશ જાહેર કરી દીધો છે.


Download Our B K News Today App



Related News