રશિયાના રાષ્ટ્રપતિના કાફલા પર હુમલો

  • Published By :
  • Published Date : 2022-09-14 18:16:43
  • Views : 255
  • Modified Date : 2022-09-14 18:16:43

શહેરમાં સિટી હોલ ભલે સળગીને નષ્ટ થઈ ગયો હોય, પરંતુ યુક્રેનિયન ધ્વજ હવે તેની સામે ગર્વથી લહેરાય રહ્યો છે. રશિયાના સૈનિકોએ ગયા અઠવાડિયે યુદ્ધગ્રસ્ત શહેર છોડી દીધું હતું, કારણ કે યુક્રેન દ્વારા મોટા પાયે વળતો હુમલો કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા યુક્રેનના સૈનિકોએ દેશના ઉત્તરપૂર્વીય ખાર્કિવ ક્ષેત્રના વિશાળ વિસ્તારો પર ફરીથી કબજો કર્યો હતો.જનરલ એસવીઆર ટેલિગ્રામ ચેનલના રિપોર્ટ મુજબ એક્સપ્રેસ યુકેના અહેવાલમાં જણાવાયું છે કે પુતિન ઘરે જઈ રહ્યા હતા ત્યારે, થોડા કિલોમીટર દૂર, કાફલાની પહેલી એસ્કોર્ટ કારને એમ્બ્યુલન્સ દ્વારા અટકાવવામાં આવી હતી, બીજી એસ્કોર્ટ કાર રોકાયા વિના આસપાસ જતી રહી હતી. ત્રીજી કારના આગળના ડાબા વ્હીલમાંથી જોરથી ધડાકો થયો. પુતિન આ કારમાં હતા. જોરદાર ધડાકાના અવાજ પછી ધુમાડો આવવા લાગ્યો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા છતાં પુતિન સુરક્ષિત રીતે પોતાના સ્થાન પર પહોંચી ગયા. ઈઝિઅમનો મોટો ભાગ નાશ પામ્યો છે. એપાર્ટમેન્ટ બિલ્ડીંગ જ્વાળાઓના ધુમાડાથી કાળી પડી જાય છે અને વચ્ચે વચ્ચે આર્ટિલરી હુમલાથી હલી ગઈ છે. ઝેલેન્સકીએ પ્રેસ સાથેની ટૂંકી વાતચીત દરમિયાન કહ્યું, આ દ્રશ્ય ખૂબ જ હેરાન કરી દે એવું છે, પરંતુ તે મારા માટે નથી, કારણ કે અમે બુચાથી આ તસવીરો જોવાનું શરૂ કર્યું હતું.

Download Our B K News Today App



Related News