દક્ષિણ કોરિયા : સાંકડી ગલીમાં લાખો લોકો ફસાત નાસભાગ મચી ,151 લોકોના મોત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-30 11:19:54
  • Views : 238
  • Modified Date : 2022-10-30 11:19:54

    દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની એક મેઈન બજારમાં શનિવારે હેલોવીન પાર્ટી દરમિયાન થયેલી નાસભાગમાં મરનારા લોકોની સંખ્યા વધીને 151 થઈ ગઈ છે. આ ઘટના ત્યારે થઈ હતી, જ્યારે સિયોલની એક નાઈટલાઈફ વિસ્તારમાં શનિવારે રાતે હેલોવીનનો જશ્ન મનાવવા માટે એક મોટી સાંકડી ગલીમાં ઘુસી ગયા હતા. ઈમરજન્સી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટા ભાગના કિશોર અને 20 વર્ષના યુવાનો છે. તો વળી મરનારા લોકોમાં વધુ 2 ઘાયલોમાં 15 વિદેશી પણ સામેલ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર યોંગસન ફાયર સ્ટેશનના પ્રમુખ ચોઈ સુંગ બીઓમે ઘટનાસ્થળ પર એક બ્રિફિંગમાં કહ્યું કે, એક અન્ય ભાગદોડમાં સિયોલના ઈટાવન જિલ્લામાં 65 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ઘાયલોમાંથી 19ની હાલત અતિ ગંભીર છે. તેમની ઈમરજન્સી સારવાર ચાલી રહી છે, જેનાથી મરનારા લોકોની સંખ્યા વધી શકે છે. આપને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયા દ્વારા કોવિડ 19 પ્રતિબંધ અને સોશિયલ ડિસ્ટેંસિંગને હટાવ્યાના ત્રણ વર્ષ બાદ સિયોલમાં આ પ્રથમ હેલોવીન કાર્યક્રમ હતો. પાર્ટીમાં જનારા લોકોએ માસ્ક અને હેલોવીનનો પોશાક પહેરી રાખ્યો હતો. અમુક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જેમ જેમ સાંજ ઢળતી ગઈ, તેમ તેમ ભીડ બેકાબૂ થઈ અને ઉત્તેજિત થવા લાગ્યા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર, રાતના 10.20 કલાકની છે. ફાયર સ્ટેશન પ્રમુખ ચોઈએ કહ્યું કે, અમને જાણકારી મળી છે કે, હેલોવીન ઉત્સવ દરમિયાન કેટલાય લોકો અચાનક ઢળી પ઼ડ્યા હતા. તેમની સાથે સમાચાર આવ્યા હતા કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો પાસે નાઈટ ક્લબના પાસ હતા. ચોઈએ કહ્યું કે, પીડિતોમાંથી કેટલીય 20 વર્ષની મહિલાઓ હતી.પ્રત્યક્ષદર્શીઓએ ભાગદોડ પહેલાના અરાજક દ્રશ્યો વિશે જણાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે, પોલીસ હેલોવીન કાર્યક્રમ દરમિયાન કેટલીય વાર ભીડ પર કંટ્રોલ બનાવી રાખવામાં નિષ્ફળ રહી હતી. 21 વર્ષિય મૂન જૂ યંગે કહ્યું કે, ઘટના પહેલા ગલીઓમાં નાસભાગના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા હતા. જે સામાન્ય કરતા લગભગ 10 ગણી વધારે ભીડ હતી.


Download Our B K News Today App



Related News