સક્રિય સાયકલોનની સૌરાષ્ટ્ર બાકાત થતાં માવઠાને લઇને ખેડૂતોની ચિંતા દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:18:53
  • Views : 557
  • Modified Date : 2023-03-04 17:18:53

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના રીસર્ચ એસોસિયેટ ડો. ડી આર વઘાસિયાએ જણાવ્યું છે કે, રાજસ્થાન અને પાકિસ્તાન પર 2 સાયક્લોન સક્રિય હતા પરંતુ જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પર બંને સાયકલોનની અસર જોવા મળશે નહીં.

એટલે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ કે માવઠું આવશે નહીં. પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને માવઠુ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જેથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ હતી. રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

આજે વહેલી સવારે મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા શરુ થયા હતા. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. આ કારણે ખેડૂતોમાં ભારે ચિંતા થઈ હતી. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે.

Download Our B K News Today App



Related News