વોશિંગ્ટનમાં બે સગીરાએ ઉબેર ઈટ્સના 66 વર્ષના પાકિસ્તાની ડ્રાઈવરની હત્યા કરી કાર લૂંટી, એક છોકરી કોલમ્બિયાની.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 13:49:23
  • Views : 398
  • Modified Date : 2021-04-02 13:49:23

    અમેરિકામાં 13 અને 15 વર્ષની બે સગીરા પર વોશિંગ્ટનમાં એક પ્રવાસી પાકિસ્તાની ડ્રાઈવરની હત્યા અને તેની કારની ચોરી કર્યાના આરોપ લાગ્યા છે. તે વ્યક્તિની હત્યા ત્યારે કરવામાં આવી હતી કે ગત સપ્તાહે જ્યારે તે વોશિંગ્ટનમાં પોતાની ફૂડ ડિલીવરીની નોકરી કરી રહ્યો હતો. અનવર વોશિંગ્ટનમાં ફૂડ ડિલીવરી કરવા જઇ રહ્યો હતો તે દરમિયાન તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 66 વર્ષનો મુળ પાકિસ્તાની અનવર ઉબેર ઈટ્સમાં નોકરી કરતો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના 66 વર્ષીય મોહમ્મદ અનવર વર્જિનિયાના સબઅર્બન સ્પ્રિંગફીલ્ડમાં રહેતા હતા. તે ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યુ હતું કે આરોપી છોકરીઓની પાસે હથિયાર તરીકે એક ટેજર હતું. અનવર તેની કારમાં બેઠો હતો અને તેની કારનો દરવાજો ખુલ્લો હતો. વોશિંગ્ટન નેશનલ્સ પાસે કરવામાં આવેલા આ હુમલામાં અનવરનું મોત થયું હતું.

    એક ક્રાઉડફંડિંગ વેબસાઇટ 'ગોફંડમી' એ અનવરના પરિવાર માટે અભિયાન ચલાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ અભિયાનથી રવિવાર બપોર સુધી લગભગ પાંચ લાખ ડોલરનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. વેબસાઇટ દ્વારા કહેવામાં આવ્યું છે કે અનવર એક મહેનતુ પાકિસ્તાની પ્રવાસી હતો, જે તેના પરિવારનું સારું જીવનનિર્વાહ કરવા માટે અમેરિકા આવ્યો હતો. આ અકસ્માતથી અનવરનો પરિવાર ભારે આઘાતમાં છે.

    જણાવી દઈએ કે અનવર ફૂડ ડિલીવરી કંપની 'ઉબર ઇટસ'માં કામ કરતો હતો. ગત સપ્તાહે તેની હત્યા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ટે પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો. ટે પોતાની હોન્ડા એકોર્ડમાં વોશિંગ્ટનમાં ફૂડ ડિલીવરી કરવા જઇ રહ્યો હતો કે ત્યારે જ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અનવરના પરિવારનું કહેવું છે કે ટે એક સારા પિતા, પતિ અને દોસ્ત હતા.

Download Our B K News Today App



Related News