કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટનાઃ પુલવામામાં ત્રાસવાદીઓએ કાશ્મીરી પંડિતની હત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-27 15:12:39
  • Views : 457
  • Modified Date : 2023-02-27 15:12:39

કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવ્યા છે. પોલીસે જણાવ્યુ કે, આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવી તેમના પર ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગોળી વાગ્યા બાદ તેઓ નીચે ઢળી પડ્યા હતા. ઘાયલ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું. સંજય શર્મા બેંકમાં ગાર્ડ હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અચનના કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્મા જ્યારે સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતા જ સંજય શર્મા ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમણે દમ તોડી દીધો હતો. અધિકારીએ જણાવ્યું કે, તેઓ વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ હતા. અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. 

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, આતંકવાદીઓએ સ્થાનિક બજાર જતી વખતે કાશ્મીરી પંડિત સંજય શર્મા પર ગોળીબાર કર્યો હતો. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું.

Download Our B K News Today App



Related News