ચીનની ઘુસણખોરીના મુદ્દે સરકાર માહિતી છુપાવે છેઃ ખડગેનો આરોપ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 16:58:38
  • Views : 503
  • Modified Date : 2022-12-15 16:58:38

અરૂણાચલ પ્રદેશમાં આવેલા તમાંગ ક્ષેત્ર સ્થિત વાસ્તવિક અંકુશ રેખા ઉપર ચીનના સૈનિકો દ્વારા ગત 9 ડિસેમ્બરના રોજ થયેલા ઘુસણખોરીના નિ,ફલ પ્રયાસના મુદ્દે આજે પણ સંસદમાં વિરોધપક્ષોએ સતત બીજા દિવસે હોબાળો મચાવ્યો હતો. વિરોધપક્ષ ચીનના સૈનિકો દ્વારા થયેલી ઘુસણખોરી અંગે વિસ્તારપૂ4વકની માહિતી માંગે છે જ્યારે સરકારનું કહેવું છે કે દેશની સરહદોને લગતી માહિતી અત્યંત સંવેદનશીલ હોવાથી તેની જાહેરમાં ચર્ચા કરી શકાય નહીં. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે સરકાર ઉપર રીતસરનો આરોપ મૂકતા કહ્યું હતું કે સરકાર આ મુદ્દે કોઇ મહત્વની માહિતી છુપાવી રહી છે.

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ખડગે આજે ફરીથી તમાંગ મુદ્દે બોલવાનો પ્રયાસ કરતાં પ્રિસાઇડિંગ ઓફિસર હરિવંશે તેમને બોલવાની એમ કહીને મંજૂરી નહોતી આપી કે આ અંગે કોંગ્રેસ નેતા તરફથી અગાઉ કોઇ નોટિસ અપાઇ નહોતી. ખડગેનું કહેવું હતું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મંગળવારે તમાંગ મુદ્દે ગૃહમાં ફક્ત એક નિવેદન કરીને નીકળી ગયા હતા. તે અમારો પ્રશ્ન પણ સાંભળવા રોકાયા નહોતા, તેના ઉપરથી ફલિત થાય છે કે સરકાર આ મુદ્દે કોઇ મહત્વની માહિતી છુપાવી રહી છે. જો કે ખડગેના વારંવારના પ્રયાસો છતાં તેમને બોલવા દેવાયા નહોતા જેના વિરોધમાં વિરોધપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

સરકારના આ આશંકાભર્યા વલણ અંગે ખુલાસો કરતાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે દેશની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલી માહિતીની સંસદમાં ચર્ચા કરી શકાય નહીં. જો વિરોધપક્ષોના સાંસદોને તમાંગના મુદ્દે કોઇ માહિતી જોઇતી હોય તો તેઓએ સમય કાઢીને સંરક્ષણ મંત્રીની ઓફિસમાં જવું જોઇએ.

આજે રાજ્યસભાની બેઠક મળે તે પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્કિકાઅર્જુન ખડગેએ 17 વિરોધપક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી હતી જેમાં મોટાભાગના પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ તમાંગ મુદ્દે સરકારને સંસદના બંને ગૃહોમાં કેવી રીતે ઘેરવી તે અંગેની વ્યૂહરચનાની ચર્ચા કરી હતી. જો કે ખડગેએ તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું નહોતું તેથી આ પક્ષોના કોઇ નેતા બેઠકમાં હાજર રહ્યા નહોતા.

Download Our B K News Today App



Related News