ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 12:32:52
  • Views : 506
  • Modified Date : 2023-03-15 12:32:52

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. વહેલી સવારે પડેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે પણ ભુજ, મિરઝાપર, સુખપર, માધાપરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં આજે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. તો ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતો મુકાયા ચિંતામાં મુકાયા છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. ખેડૂતો ચણા, ધાણા, ઘઉં જેવા તૈયાર પાકને લઇ ચિંતામાં જોવા મળી રહ્યા છે.જામનગરમાં પણ આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આજે વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા. રાજકોટમાં પણ આકાશમાં કાળા વાદળો છવાયા છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. મોડી રાત્રિના ઉકળાટ બાદ સવારે વાતાવરણ પલટાયું હતું. સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે. વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી અહીં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા છે. બનાસકાંઠામાં 15 માર્ચથી 17 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ આવે તો ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે. આગાહીના પગલે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બે દિવસ રાહત પછી ગરમીનો પારો ઊંચકાશે. ગુરુ, શુક્ર રાજ્યના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. જેથી અમદાવાદ શહેરના તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળીયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

 

Download Our B K News Today App



Related News