રાયસણ પેટ્રોલ પંપ નજીક બાઇકની ટક્કરથી રાહદારી વૃદ્ધાનું મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 15:57:36
  • Views : 216
  • Modified Date : 2022-12-20 15:57:36

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપ સામેના રોડ ઉપર રવિવારને સાંજના અજાણ્યા ચાલક પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારી રોડ ક્રોસ કરતી વૃધ્ધાને ટક્કર નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે અકસ્માતનો  ગુનો નોંધી વધુ તપાસ માટેચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગરના કુડાસણ રાયસણ પેટ્રોલ પંપની પાછળ હરિધામ એન્કલેવ સોસાયટીમાં રહેતાં ૬૯ વર્ષીય નરેન્દ્રકુમાર બળવંતરાય તેરૈયા વર્ષ ૨૦૧૨માં ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષક તરીકે વય નિવૃત થયા છે. જેમના પરિવારમાં પત્ની હર્ષીદા તેમજ બે સંતાનો છે. જેમનો દીકરી બાજુની સોસાયટી રહે છે.જ્યારે દીકરીને લંડન પરણાવી છે.

રવિવારના સાંજના સમયે નરેંદ્રકુમાર તેમના સગા સાળા મનીષભાઈ રાજગુરુને હ્રદયનું ઓપરેશન કરાવ્યું હોવાથી ખબર કાઢવા માટે પત્ની હર્ષિદાબેન સાથે સેકટર-૨  ખાતે જવા માટે ચાલતાં નીકળ્યા હતા.તે સમયે  રાયસણ પેટ્રોલપંપ નજીક આવતા નરેંદ્રકુમાર ઝડપથી રાયસણ પેટ્રોલપંપની સામેના ભાગે બન્ને હાઇવે વચ્ચેથી ચાલીને નિકળી ગયેલ અને હર્ષિદાબેન પાછળ હતા.

તે  દરમિયાન શાહપુર સર્કલથી કોબા સર્કલ તરફ જતા મેઇન હાઇવે ઉપર એક અજાણ્યો બાઈક પૂરપાટ ઝડપે હર્ષિદાબેનને ટક્કર મારીને નાસી ગયો હતો. ત્યારે નરેંદ્રકુમારને આંખના પડદામા ઉંમરના કારણે ખય આવી જતાં થોડા દૂરનું ચિત્ર પણ દેખાતુ ના હતું. જેનાં કારણે તેઓ બાઈકનો નંબર જોઈ શક્યાં ન હતાં. બાદમાં દીકરાને બોલાવીને ગંભીર ઈજાગ્રસ્ત હર્ષિદાબેનને બેભાન અવસ્થામાં એસએમવીએસ હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતનો  ગુનો નોંધી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News