અમેરિકામાં વધુ એક અશ્વેતનુ પોલીસ ફાયરિંગમાં મોત, એટલાન્ટામાં હિંસક પ્રદર્શનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:11:23
  • Views : 554
  • Modified Date : 2020-06-14 17:11:23

અમેરિકામાં વધુ એક અશ્વેત વ્યક્તિનુ પોલીસની ગોળી વાગવાથી થયેલા મોતના પગલે અમેરિકામાં તનાવ વધી ગયો છે.એટલાન્ટા શહેરમાં બનેલી ઘટનામાં 27 વર્ષના અશ્વેત વ્યક્તિ રેશાર્ડ બ્રૂક્સની નશાની હાલતમાં કાર ચલાવવા બદલ ધરપકડ કરાઈ હતી. એ પછી તેણે પોલીસ અધિકારીની ઈલેક્ટ્રિક શોક આપતી ગન છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે વખતે અધિકારીએ તેને ગોળી મારતા તેનુ મોત થયુ હતુ.બીજી તરફ આ ઘટના બાદ એટલાન્ટામાં વિરોધ પ્રદર્શન થવા માંડ્યા હતા. દેખાવકારોએ એક રેસ્ટોરન્ટને આગ ચાંપી દીધી હતી અને નજીકના રસ્તા પર ચક્કા જામ કરી દીધો હતો.જેના પગલે પોલીસ ચીફ એરિકા શીલ્ડસે રાજીનામુ આપી દીધુ હતુ. એટલાન્ટના મેયરે પોલીસ ચીફના રાજીનામાની જાહેરાત કરી હતી. મેયર કીશા લાંસે કહ્યુ હતુ કે, આ નિર્ણય પોલીસ વડા શીલ્ડસનો પોતાનો છે.મેયરે કહ્યુ હતુ કે, પોલીસને સૂચના મળી હતી કે, કારમાં સુઈ રહેલા એક વ્યક્તિએ રેસ્ટોરન્ટની બહાર રસ્તો રોકી રાખ્યો છે. પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમની વચ્ચે ટકરાવ થયો હતો.મિનિયાપોલીસમાં તાજેતરમાં જ એક અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઈડની પોલીસ કસ્ટડીમાં થયેલા મોતની ઘટના બાદ અમેરિકામાં હિંસક દેખાવો થયા હતા ત્યારે વધુ એક અશ્વેતની મોતની ઘટનાથી તનાવ વધી ગયો છે.


Download Our B K News Today App



Related News