F-21 ફાઇટર પ્લેન નહીં વેચે અમેરિકન કંપની...જો ભારત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 12:35:25
  • Views : 682
  • Modified Date : 2019-05-14 12:36:29

અમેરિકન વિમાન કંપની લોકહીડ માર્ટિન ભારતને નવા એફ-21 ફાઇટર પ્લેન વેચવા તૈયાર છે. લોકહીડ માર્ટિન કંપનીએ તેની સાથે જ એક શરત પણ મૂકી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત તેની પાસેથી 144 ફાઇટર પ્લેન ખરીદવા તૈયાર થઈ જાય છે તો તેઓ બીજા દેશોને આ પ્લેનનું વેચાણ નહીં કરે.લોકહીડ માર્ટિનના સ્ટ્રેટેજિક અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ વિવેક લાલે કહ્યું કે જો ભારત, એફ-21નો કરાર કરે છે તો તે વૈશ્વિક ફાઇટર પ્લેનના તંત્રનો મહત્વપૂર્ણ હિસ્સો બની જશે જે 165 અબજ ડોલરનું બજાર છે. એફ-21 ફાઇટર પ્લેનને ભારતની વાયુસેનાના હિસાબથી તૈયાર કરવામાં આવ્યા છે. આ વાયુસેનાના 60થી વધુ સ્ટેશનોથી પરિચાલન માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પ્લેનમાં સુપીરિયર એન્જિન મેટ્રિક્સ, ઉત્તમ ટેકનીકની યુદ્ધ માટેની ક્ષમતા અને રોકેટની ક્ષમતા સામેલ છે. તેઓએ કહ્યું કે અમે આ ટેકનીકના પ્લેન દુનિયામાં કોઈ બીજાને નહીં વેચીએ.ભારત તેને હાલના વર્ષોમાં સેનાની સૌથી મોટી ખરીદી તરીકે જોઈ રહ્યું છે. વાયુસેના જે પ્લેનો વિશે વિચાર કરી રહ્યું છે, તેમાં લોકહીડના એફ-21, બોઇંગના એફ/એ-18, દસોલ્ટ એવિએશનના રાફેલ, યૂરોફાઇટર ટાયફૂન, રશિયન ફાઈટર પ્લેન મિગ 35 અને સાબના ગ્રિપેન સામેલ છે.લાલે કહ્યું કે ભારત તરફથી એફ-21 પ્લેનને ખરીદવાનો કરાર થાય છે તો તેઓ ટાટા ગ્રુપની સાથે એફ-21 પ્લેનનું નિર્માણ કેન્દ્ર સ્થાપિત કરી શકે છે. આ કરારની સાથે ભારત રક્ષા ક્ષેત્રમા્ર મોટી તાકાત બનીને ઉભરશે. એફ-21 અને લોકહીડના એફ 16 બ્લોક 70 ફાઇટર પ્લેનોમાં સમાનતાથી જોડાયેલા સવાલ પર તેઓએ કહ્યું કે બંનેની તુલના ન કરી શકાય. બંને પ્લેનમાં જે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અલગ છે.

Download Our B K News Today App



Related News