ચીનની ઘુસણખોરીના મુદ્દે અમેરિકા ભારતની પડખે અડીખમ ઉભું છેઃપેન્ટાગોન

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 15:22:05
  • Views : 208
  • Modified Date : 2022-12-15 15:22:05

અરૂણાચલ પ્રદેશના સમાંગ ક્ષેત્રમાં આવેલી વાસ્તવિક કુશ રેખા ઓળંગીને ભારતીય સરહદમાં પ્રવેશવાના ચીનના સૈનિકો દ્વારા ગત 9 ડિસેમ્બરના રોજ કરાયેલા પ્રયાસને ભારતીય લશ્કરના બહાદૂર સૈનિકોએ નિષ્ફળ બનાવી દીધો હતો, પરંતુ ચીનની આ કરતૂતના સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. યુનાઇટેડ નેશન્સે પણ ચીનની આ હરકતની નોંધ લઇ બંને દેશોને સ્થિતિ સામાન્ય કરીને વાટાઘાટો કરવાની સલાહ આપી હતી, તો બીજા બાજુ ભારતનાં મજબૂત સાથીદાર અને મિત્ર રાષ્ટ્ર અમેરિકાએ તો ખુલ્લેઆમ કહી દીધું હતું કે ચીનની આ હરકત બદલ અમે ભારતની પડખે અડીખમ દિવાલ બનીને ઉભા રહીશું. યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટારેસે બંને દેશોને સરહદે સર્જાયેલી તંગદીલીને દૂર કરવાની હાકલ કરી હતી.

અમેરિકાના સંરક્ષણ વિભાગનું મુખ્ય મથક ગણાતા પેન્ટાગોનના પ્રેસ સચિવ પેટ રાઇડરે અમેરિકાની સરકાર વતી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમેરિકાના સહયોગી દેશોના અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આવેલા અમારા મિત્ર દેશોના વિસ્તારોમાં ચીનની ઘુસણખોરી તેની અસલ પ્રવૃત્તિઓ તરફ ઇશારો કરે છે, પરંતુ અમે અમારા સહયોગી દેશોની સુરક્ષા અને સલામતિ માટેની અમારી પ્રતિબદ્ધતા ઉપર મક્કમ છીએ. સ્થિતિને સામાન્ય કરવા માટે ભારત દ્વારા લેવાયેલા પગલાંઓનું અમે સમર્થન કરીએ છીએ.

અમેરિકાના સત્તા કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસ તરફથી પણ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ભારતની તરફેણ કરતાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો જુદા પડી ગયા તે ખરેખર અત્યંત આનંદની વાત છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પિયરે કહ્યું હતું કે સરહદે બંને દેશોના લશ્કર લગ થઇ ગયા તે સાચે જ આનંદની વાત છે. અણે સમગ્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અ સરહદ વિવાદના ઉકેલ માટે ભારત  ચીનને વાટાઘાટો કરવા પ્રોત્સાહન આપીએ છીએ.

Download Our B K News Today App



Related News