કિંમ જોંગ ઉને કહ્યું- અમેરિકા મારુ સૌથી મોટું દુશ્મન, ત્યાં રાષ્ટ્રપતિ બદલાતા નિયમોમાં ફેરફાર નથી થતાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 14:50:27
  • Views : 406
  • Modified Date : 2021-01-09 14:50:27

    શુક્રવારે 37મા જન્મ દિવસની ઉજવણી કરનાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એક વાર અમેરિકાને પોતાનું દુશ્મન ગણાવ્યું છે. અમેરિકામાં પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે. આ દરમિયાન કિમનું આ નિવેદન એ બાજુ ઈશારો કરે છે કે, બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો આવવો મુશ્કેલ છે. કિમના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં રાષ્ટ્રપતિ બદલાતા ત્યાંના નિયમોમાં કોઈ ફેરફાર નથી થતો.ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન કિમ જોંગ ઉનની તેમની સાથે ત્રણ મુલાકાત થઈ હતી. જોકે બંને દેશોના સંબંધો વચ્ચે કોઈ સુધારો થયો નહતો. કિમે ઘણી વાર અમેરિકાને હુમલાની ધમકીઓ આપી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઉત્તર કોરિયાની કોઈ પણ હરકત તેમના અસ્તિત્વને નાબૂદ કરી શકે એમ નથી.

    હવે નોર્થ કોરિયાના લીડરે ફરી અમેરિકાને ધમકી આપી છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એઝન્સી KCNSએ કિમનું નિવેદન જાહેર કર્યું છે. તેમાં કિમે કહ્યું છે કે, અમારા વિકાસમાં અમેરિકા વિઘ્ન ઉભુ કરી રહ્યું છે. તેથી તે અમારુ સૌથી મોટું દુશ્મન છે.

    કિમે પોતાના ભાષણમાં પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડનનું નામ નથી લીધું પરંતુ તેમના પર પ્રહાર કર્યા છે. કહ્યું છે- એ વાતથી કોઈ ફેર નથી પડતો કે અમેરિકામાં સત્તા પર કોણ છે. તેમની પોલિસી હંમેશા નોર્થ કોરિયા વિરુદ્ધની રહી છે, અને તે ક્યારેય નહીં બદલાય. નોર્થ કોરિયા ખૂબ ઝડપથી એટમી હથિયાર પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે મિત્રતાના આધાર પર તેનો હંમેશા વિરોધ કર્યો છે. નોર્થ કોરિયાને ચીનનો સપોર્ટ છે અને તે જ કારણ છે કે તેઓ અમેરિકાને હંમેશા ધમકી આપે છે.

    કિમે થોડા મહિના પહેલાં જ કહ્યું કે, નોર્થ કોરિયા ટૂંક સમયમાં જ પોતાની ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન સ્ક્વોડ તૈયાર કરી લેશે. શુક્રવારે તેમણે કહ્યું કે, તેનાથી શક્તિ સંતુલન બનાવવામાં અમે સફળ થઈ જઈશું. રિસર્ચનો સમય પૂરો થઈ ગયો છે. હવે પ્રોજેક્ટ ફાઈનલ સ્ટેજ પર છે. અમે અમારો ન્યૂક્લિયર પ્રોગ્રામ ચાલુ રાખીશું.


Download Our B K News Today App



Related News