દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસની લાલ આંખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:27:29
  • Views : 467
  • Modified Date : 2023-03-04 17:27:29

સુરતના ઓલપાડ પોલીસે દેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી છે. દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસ દ્વારા તોડી પડાઈ છે.

ઓલપાડના વિવિધ ગામડાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધરીને દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. ટુંડા, લવાચા,સાયણ,દેલાડ, કમરોલી સહિતના ગામોમાં તપાસ હાથ ધરી હતી જે બાદ પોલીસે 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. દેશી દારૂ બનાવાનું 14,100 લિટર રસાયણ નાશ પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન 220 લિટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે.

દેશી દારૂ વેચતા બુટલેગરો પર પોલીસે ફરી એકવાર તવાઈ બોલાવી છે. તમને જણાવી દઈએ કે, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ સતર્ક બની છે અને વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે. ઓલપાડ તાલુકાના વિવિધ ગામડામાં પોલીસે એકાએક રેડ પાડી હતી જેમાં દેશી દારૂનો પદાર્થ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 220 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  

Download Our B K News Today App



Related News