એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પેસેન્જરના ફૂડમાં જીવડું નીકળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 14:55:41
  • Views : 450
  • Modified Date : 2023-03-01 14:55:41

એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસમાં એક પેસેન્જરે તેના ફૂડમાં નીકળેલાં જીવડાંનો વીડિયો શેર કર્યો છે. આ પેસેન્જરનું નામ મહાવીર જૈન છે અને તે મુંબઈથી ચેન્નઈ જઈ રહ્યો હતો. તેણે વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘એવું લાગતું નથી કે, સાફ-સફાઈ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. મારી ફ્લાઇ AI617-મુંબઈથી ચેન્નઈની હતી. સીટ 2C.’

આ વીડિયોના જવાબમાં એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, પ્રિય મિસ્ટર જૈન, અમારી સાથે ફ્લાઇટમાં તમારો અનુભવ જાણીને અમને દુખ છે. અમે સ્વચ્છતાનું એકદમ ધ્યાન રાખીએ છીએ. શું તમે તમારી ફ્લાઇટની તારીખ અને સીટ નંબરની સાથેની માહિતી મેસેજ કરી શકો છો? અમે તરત જ તેની તપાસ કરીને તમને જણાવીશું.’

ઉલ્લેખનીય છે કે, તે દિવસે શેફ સંજીવ કપૂરએ નાગપુરથી મુંબઈની ફ્લાઇઠમાં અસંતોષજનક ફૂડને લીધે એર ઇન્ડિયા પર ગુસ્સો ઠાલવ્યો હતો. અનુભવી કુકરી શો હોસ્ટે તેના ફૂડનો ફોટો શેર કર્યો હતો. જેમાં ઠંડુ ચિકન ટિક્કા, ઓછી ભરેલી સેન્ડવિચ અને એક મિઠાઈ વિશએ વાત કરવામાં આવી હતી. તેમણે આ ફૂડની આલોચના કરતાં કહ્યું કે, શું હકિકતમાં ભારતીયોએ નાસ્તામાં આવું જ ખાવું જોઈએ?

ગત જાન્યુઆરી મહિનામાં પણ એક આવી ઘટના થઈ હતી. એર ઇન્ડિયાના એક યાત્રીએ દાવો કર્યો હતો કે, તેને ચાલુ ફ્લાઇટે આપવામાં આવેલાં ફૂડમાં એક પથ્થર મળ્યો હતો. પત્રકાર અને બીબીસીની યૂટ્યુબ હેડ સર્વપ્રિયા સાંગવાન ટ્વીટર પર પથ્થરનો ફઓટો શેર કર્યો અને કહ્યું કે, એરલાઇન દ્વારા આ રીતની બેદરકારી અસ્વીકાર્ય છે.

એર ઇન્ડિયા ગયા વર્ષે જાન્યુઆરીમાં 18,000 કરોડ રૂપિયાના સોદા પછી તેનું રાષ્ટ્રીયકરણના લગભગ સાત દશક પછી અને દેવામાં ડૂબેલા હોવાને લીધે ટાટા ગ્રુપના હાથમાં આવી હતી.

Download Our B K News Today App



Related News