US હાઈવે પર એક્સિડન્ટ : હિમવર્ષાના કારણે 50 ગાડીઓ એકબીજાને અથડાઈ, 3ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 13:03:42
  • Views : 293
  • Modified Date : 2022-03-29 13:03:42

US હાઈવે પર એક્સિડન્ટ:હિમવર્ષાના કારણે 50 ગાડીઓ એકબીજાને અથડાઈ, 3ના મોત

 

 

અમેરિકાના પેંસિલવેનિયામાં હિમવર્ષાના એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પેંસિલવેનિયાના શુઈલકિલ કાઉન્ટીમાં હિમવર્ષાના કારણે એક પછી એક એક એમ 50 ગાડીઓ એકબીજાને અથડાઈ છે. આ એક્સિડન્ટમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

 

આ દુર્ઘટનાનો એક વીડિયો યુ-ટ્યૂબ ઉપર પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક પછી એક આવેલી કાર એકબીજાને અથડાઈ રહી છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બરફથી જામી ગયા છે અને તેના કારણે ડ્રાઈવર તેમનું નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓ અથડાયા પછી લોકો કારમાંથી બહાર નીકળતા પણ વીડિયોમાં દેખાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 50થી 60 વાહનો એકબીજાને અથડાયા હતા અને તેમાં કારની સાથે સાથે ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલી પણ સામેલ હતા.

અમુક કાર એકબીજાને અથડાયા પછી ગાડીમાં આગ પણ લાગી છે. આ ઘટના સોમવાર સવારની અંદાજે 10 વાગ્યાની છે. સ્થાનિક પોલિસના જણાવ્યા પ્રમાણે વાતાવરણ ખરાબ હોવાથી આ સમયે અહીં ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શુઈલકિલ કાઉન્ટીમાં આ મહિનાની આ મોટી બીજી દુર્ઘટના છે.

 

Download Our B K News Today App



Related News