લગભગ 230 પાયલટ વ્હેલ મૃત મળી ,ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠેથી

  • Published By :
  • Published Date : 2022-09-21 16:18:30
  • Views : 266
  • Modified Date : 2022-09-21 16:18:30

લગભગ બે વર્ષ પહેલા આ વિસ્તારમાં બીચ પર લગભગ 470 પાયલોટ વ્હેલ સામૂહિક રીતે ફસાઈ હતી. જેમાંથી માત્ર 100ને જ બચાવી શકાઇ. જે ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. એક વીક સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ 111 વ્હેલ્સને બચાવી લેવાઇ હતી અને 350 વ્હેલની મોત થઇ હતી.  આટલા મોટા સમૂહની મધ્યમાં વ્હેલ શા માટે આવે છે તેનું કારણ હજુ પણ સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી.ઓસ્ટ્રેલિયાના જૈવિક સંસાધન અને પર્યાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે, "લગભગ 230 વ્હેલનું એક જૂથ મેક્યૂરી હાર્બર પર  ફસાઈ ગયું છે. એવું લાગે છે કે, આમાંથી માત્ર અડધા જીવો જ જીવિત છે." એરિયલ ફોટોગ્રાફ્સમાં ડઝનબંધ વ્હેલ સમુદ્ર કિનારે પડેલી જોવા મળી. જેના વીડિયો પણ દુખદ છે.વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આવી ઘટના રસ્તો ભટકાઈને અને કિનારે ખૂબ નજીક આવવાને કારણે બની હોઈ શકે છે. પાયલોટ વ્હેલ ખૂબ જ સામાજિક છે અને તે જોખમી જૂથના સાથીઓને અનુસરવાનું વલણ ધરાવે છે. અધિકારીઓનું કહેવું છે કે, દરિયાઈ જીવ સંરક્ષણ નિષ્ણાતો અને વ્હેલ બચાવ કાર્યકર્તા વ્હેલના રેસ્ક્યુ માટે ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.આ અઠવાડિયાની શરૂઆતમાં, 14 સ્પર્મ વ્હેલ તાસ્માનિયાના જ દૂરના દરિયાકિનારા પર મૃત મળી આવી હતી.

Download Our B K News Today App



Related News