પાંચ જજોની બંધારણીય બેંચે 4 : 1ની બહુમતિથી સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો ,નોટબંધી અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્યઃ સુપ્રીમ કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 16:18:46
  • Views : 442
  • Modified Date : 2023-01-03 16:18:46

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના 2016ના નિર્ણયને યથાવત રાખ્યો છે. જસ્ટિસ અબ્દુલનઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 4:1ની બહુમતિ સાથે નોટબંધીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. આ પ્રકારનું પગલું લાવવા માટે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો થઈ હતી. જોકે, પાંચ જજોમાંથી એક જસ્ટિસ નાગરત્નેએનોટબંધીના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. તેમણે આરબીઆઈએ મર્યાદા વટાવી હોવાનું પણ કહ્યું હતું. જસ્ટિસ નાગરત્નાએ આરબીઆઈની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.
જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે 8 નવેમ્બર, 2016ની નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડિમોનેટાઈઝેશન ઑપરેશન ગેરકાયદેસર છે. પરંતુ આ સમયે યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાતી નથી, તેથી હવે શું રાહત આપી શકાય એ વિચારવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમામ રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવી ગેરકાયદેસર અને ખોટી બાબત હતી.

2016માં કેન્દ્ર સરકારે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે અચાનક નોટબંધીની જાહેરાત કરી દીધી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ 58 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેને ફગાવીને સરકારને ક્લીનચીટ આપી છે. ન્યાયાધીશે કહ્યું કે નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો છે અને આર્થિક નિર્ણયને ઉલટાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા તમામ અરજીઓફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નોટબંધીના નિર્ણયમાં કોઈ ભૂલ નથી.

કેન્દ્રએ અરજીઓના જવાબમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નકલી નોટો, બિનહિસાબી નાણાં અને આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ સામે લડવા માટે નોટબંધીનું પગલું લેવું પડ્યું હતું. ડિમોનેટાઇઝેશનને અન્ય તમામ સંબંધિત આર્થિક નીતિના પગલાંથી અલગ કરીને જોવું અથવા તપાસવું જોઈએ નહીં. આર્થિક પ્રણાલીમાં જે પ્રચંડ લાભો પ્રાપ્ત થયા છે તેની તુલના લોકો દ્વારા એક વખતનીમુશ્કેલીઓ સાથે કરી શકાતી નથી. નોટબંધીથી મોટાભાગે સિસ્ટમમાંથી નકલી ચલણ દૂર થઈ ગયું. ડિમોનેટાઈઝેશનથી ડિજિટલ ઈકોનોમીને ફાયદો થયો છે. ન્યાયાધીશોએ કહ્યું કે કોર્ટ આર્થિક નીતિમાં ખૂબ જ મર્યાદિત દખલ કરી શકે છે. કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે 6 મહિના સુધી ચર્ચા થઈ હતી, તેથી નિર્ણય લેવાની પ્રક્રિયાને ખોટી ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી લોકોને પડી રહેલી સમસ્યાઓનો સંબંધ છે, તો અહીં એ જોવાની જરૂર છે કે આ પગલાનો ઉદ્દેશ્ય શું હતો.

Download Our B K News Today App



Related News