પાકિસ્તાનના સિંધ જિલ્લામાં અચાનક બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, 17 યાત્રીઓ બળીને ભડથું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 11:23:43
  • Views : 234
  • Modified Date : 2022-10-13 11:23:43

    પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે મોડી સાંજે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 17 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાકિસ્તાનની પોલીસે જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, તેમને આશંકા છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સિંધના સંસદીય સ્વાસ્થ્ય સચિવ કાસિમ સૂમરોએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, મૃતકોમાં 12 જેટલા સગીર છે, જેમની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી ઓછી છે. બસમાં સવાર મુસાફરો ખૈરપુર નાથન શાહના એક જ ગામના રહેવાસી હતા.પાકિસ્તાનના વડાપ્રધાન અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ પોલીસ-પ્રશાસનને શક્ય તમામ મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે અને ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. માનવામાં આવે છે કે, હોસ્પિટલમાં હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે.

 

Download Our B K News Today App



Related News