કઠવાડા જીઆઇડીસીમાં ગેરકાયદે હથિયારના સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-25 14:38:46
  • Views : 458
  • Modified Date : 2023-02-25 14:38:46

શહેરની નિકોલ પોલીસે હથિયારના સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં રેડ પાડી તપાસ શરૂ કરી છે. કઠવાડા જીઆઇડીસીમાં મેટાબિલ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આ કંપનીને પિસ્ટલના પાર્ટ્સ માટે લાયસન્સ ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું હતું. જોકે કંપની દ્વારા આ લાયસન્સના ઓથા હેઠળ ગેરકાયદે રાઇફલના પાર્ટ્સ બનાવવામાં આવતા હતા. જે બાતમી આધારે પોલીસે રેડ કરી તપાસ કરી તો હકીકતમાં કંપનીને ભારત સરકાર તરફથી માત્ર 9 એમ.એમ પિસ્ટલના સ્પેરપાર્ટ્સ બનાવવા લાયસન્સ અપાયું હતું. લાયસન્સ વગર ગેરકાયદે ફાયર આર્મ્સના સ્પેરપાર્ટ્સ બનાવવા હવે પોલીસે માલિક, મેનેજર, જનરલ મેનેજર સામે ગુનો નોંધી 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નિકોલ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીની મેટાબિલ્ટ ઈન્ડસ્ટ્રીઝમા લાઇસન્સ વગર હથિયારના પાર્ટ બનતા હોવાની માહિતીના આધારે દરોડો પાડયો હતો. પોલીસે તપાસ કરતા ફેકટરીમાં માલિક પાસે જે હથિયારના પાર્ટ માટે લાઇસન્સ હતું. તેની સાથે અન્ય હથિયારના પાર્ટ પણ બનતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે વધુ તપાસ કરતા પાર્ટ બનાવવાની ડાઇ સહિત અન્ય વસ્તુઓ મળી આવી હતી. પોલીસે ફેકટરી માલિક કાનવ છાટબાદ, મેનેજર સ્નેહલ હેડું તેમજ અશોક પ્રજાપતિ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી માલિક કાનવ છાટબાદ અને સ્નેહલ હેડુની ધરપકડ કરી 43 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મેટાબીલ્ડ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની કોઈ પણ જાતના આર્મ્સ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સના સ્પેરપાર્ટસ બનાવતી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય તરફથી 9મીમી પિસ્તલના 13 જેટલા સ્પેરપાર્ટસ બનાવવાનું લાયસન્સ ધરાવે છે. જેના આધારે 9મીમી પિસ્તલના સ્પેરપાર્ટસ બનાવવાનું કામ કરવામાં આવે છે. અને તુર્કી સહિતના દેશોમાં કાયદેસર બિલથી મોકલવામાં આવે છે. જોકે પોલીસે ફેકટરીમાં વધુ તપાસ કરતા ફેક્ટરીમાં પહેલા માળે આવેલા સ્ક્રેપ રૂમમાંથી લાયસન્સ સિવાયના સ્પેરપાર્ટસ પ્લાસ્ટિકના અલગ અલગ કેરેટોમાંથી મળી આવ્યા હતા. સમગ્ર મામલે સામે આવ્યું કે વર્ષ 2017 માં જર્મનીની યુનિક એલ્પાઇન કંપનીની જેપીઆર-1-કે ઓડિએક સ્કાઉટ રાઇફલના અલગ અલગ સ્પેરપાર્ટસનો ઓર્ડર આપ્યો હતો. જેના આધારે પાર્ટ બનાવ્યા હતા. પરંતુ જર્મની પહોચાડવા કાર્ગો સર્વિસ દ્વારા લાઇસન્સની માંગણી કરવામાં આવી હતી. જે નહિ હોવાથી બનાવેલા પાર્ટ ફેકટરીમાં જ રાખવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ કરી રહીં છે કે અગાઉ આ ફેકટરીમાં ગેરકાયદેસર રીતે કેટલા પાર્ટ બનાવવામાં આવ્યા, ગેરકાયદેસર હથિયારના પાર્ટ ક્યાં દેશમાં આપવામાં આવ્યા સહિતની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અગાઉ પણ અમદાવાદ માથી આજ પ્રમાણે ગેરકાયદેસર હથિયાર અને પાર્ટ બનાવતા લોકોની ધરપકડ કરી હતી જેથી નિકોલ પોલીસ સામગ્ર મામલે કોઇ અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News