સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 13:00:10
  • Views : 431
  • Modified Date : 2022-12-26 13:00:10

એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂના ગુનામાં પકડાયેલી કારને છોડવા બાબતે આ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી પરંતુ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં ભેરવાયો હતો અને તેની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી.
સરકારી વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ પગાર સિવાય કોઈપણ કામ કરવા માટે ઉપરની રકમ લેતા હોય છે આવા કર્મચારીઓ વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરી અને આવા કર્મચારીઓને જેલના સળિયા પાછળ ધકેલવાના આદેશ બાદ સુરત સહિત ગુજરાત દ્વારા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે. જેથી વધુ એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો હોવાની વિગત સામે આવી છે. જો કે આ ઘટનાને લઈને સમગ્ર સુરત વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં બુધાલાલ નામનો વ્યક્તિ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. ઉલ્લેખનીય છે કે, બુધાલાલે દારૂના ગુનામાં પકડાયેલા આરોપી પાસેથી જમા લીધેલી કાર છોડાવવા બદલ 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચિયા કોન્સ્ટેબલને 50,000 આપવા માગતો ન હોવાના કારણે તેને આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા કોન્સ્ટેબલને પકડવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News