રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 17:25:22
  • Views : 494
  • Modified Date : 2023-02-08 17:25:22

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં જી-20 સહિત વિવિધ મુ્દ્દાઓ પર ચર્ચાઓ થઈ છે. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, જી-20ની કચ્છ ખાતે આજે વર્કિંગ કમિટિની બેઠક શરૂ થઈ રહી છે. સમગ્ર વિશ્વ વસુદેવ કુટુંબ કમની ભાવના સાથે એક થાય તેવા ઉદ્શ્ય સાથે આ બેઠક યોજાઈ રહી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, ચણા, રાયડો, તુવરની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહ્યાં છીએ, તેમણે ઉમેર્યું કે, જેનું 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે તેમણે કહ્યું કે, 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા 28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

થોડા દિવસ અગાઉ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવ વધારા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ડાંગરમાં પ્રતિમણે 550 રૂપિયાના ભાવ કરવાની તેમજ બાજરીમાં પ્રતિમણે 640 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. જુવારમાં પ્રતિમણે 1 હજાર 80 રૂપિયાના ભાવની મકાઈમાં પ્રતિમણે 900 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી જ્યારે તુવેરમાં પ્રતિમણે 1 હજાર 600 રૂપિયાના ભાવની તેમજ મગમાં પ્રતિમણે 1 હજાર 860 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. વધુમાં અડદમાં પ્રતિમણે 1 હજાર 760 રૂપિયાના ભાવની તેમજ મગફળીમાં પ્રતિમણે 1 હજાર 500 રૂપિયાના ભાવની ભલામણ કરી છે. તલમાં પ્રતિમણે 2 હજાર 106 રૂપિયા અને કપાસમાં 1 હજાર 780 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને ભલામણો મોકલવામાં આવી છે.

Download Our B K News Today App



Related News