સ્વરૂપવાન યુવતિએ હનીટ્રેપમાં સાબુના વેપારીને ફસાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 17:47:00
  • Views : 470
  • Modified Date : 2023-02-08 17:47:00

ગુજરાતમાં હનીટ્રેપના વિવિધ કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે જ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં સાબુનો વેપારી ફસાયો હતો. સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારના સાબુના વેપારીને મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું એમ કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરનાર પરિણીતાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી ઉત્રાણ પોલીસના હવાલે કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણાના વ્રજચોક વિસ્તારમાં સાબુનો વેપાર કરતા પ્રદીપ ( ઉ.વ.28, નામ બદલ્યું છે ) ની એક મહિલા મિત્ર હસ્તક પરિણીતા બબીતા (નામ બદલ્યું છે) સાથે ઓળખાણ થઇ હતી. બબીતાએ મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું એમ કહી ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ.1.10 લાખની માંગણી કરી હતી. જોકે, વેપારીએ ચાલાકી વાપરી કાકા હસ્તક પોલીસને જાણ કરતા ઉત્રાણ પોલીસ ધસી ગઇ હતી અને હનીટ્રેપમાં ફસાવનાર બબીતાના પતિ અને અન્ય એકને પકડી લીધા હતા. જયારે આ ટોળકીમાં સામેલ બબીતાની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે ઉમરા નાગરીક સુવીધા કેન્દ્રની આગળ ઈન્ડોર સ્ટેડીયમ જતા રોડ ઉપર વળાંક પાસેથી ગતરોજ બબીતા (મુળ રહે.નાનીવાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર)ને ઝડપી પાડી તેનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો હતો.

Download Our B K News Today App



Related News