6 વર્ષની આ બાળકીએ ખુદની કમાણીથી ખરીદ્યુ રૂ. 55 કરોડનું ઘર!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-07 12:52:10
  • Views : 566
  • Modified Date : 2019-08-07 12:52:10

બોરમ એક યુટ્યુબર છે. સોશિયલ મીડિયામાં તેની અદાકારીના લાખો ચાહકો છે. તેની એક્ટિંગ એકદમ નેચરલ જેવી છે અને તેમાં માસુમીયત ભારોભાર ભરેલી છે. બોરમે દક્ષિણ કોરિયાની રાજધાની સિયાલના ખૂબ પોશ વિસ્તારમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. આના માટે બોરમે 55 કરોડ રૂપિયા જેટલી જંગ રકમ ચુકવી છે. આ રકમ તે પોતાની યુ-ટ્યુબ ચેનલ પરથી કમાઈ છે. બોરમ યુ-ટ્યુબમાં બે ચેનલોમાં કામ કરે છે. એક છે બોરમ ટોયઝ રિવ્યૂ અને બીજી છે બોરમ ટ્યુબ વ્લોગ. બોરમ પોતાની ટોયઝ રિવ્યુ ચેનલમાં રમકડાઓનો રિવ્યુ કરે છે. તે ટોયઝને અનબોક્સિંગ કરે છે અને ત્યાર બાદ તે ટોયઝ સાથે રમે છે અને તેના વિશે બાળકોને માહિતી આપે છે. બોરમ આ ચેનલમાં ટોયઝ કંપની અને યુટ્યૂબ એમ બન્ને તરફથી કમાણી કરે છે. જ્યારે બીજી ચેનલ બોરમ ટ્યુબ વ્લોગમાં તે સુપર હિરોઝ જેવા વિડીયો બનાવે છે. યુટ્યુબના નિષ્ણાંતોના મતે બોરમ દર મહિને 21 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. જે ઉમરમાં બાળકો રમકડાથી રમે છે તે ઉમરમાં આ બાળકી અબજોપતિ બની ગઈ છે. કારણ કે, યુટ્યૂબમાં તે એટલી ખ્યાતિ પામી છે કે તેની ચેનલમાં 3 કરોડથી વધારે સબ્સ્ક્રાઇબર છે. બોરમ એકલી એવી બાળ યુટ્યબર નથી જે નાની ઉમરમાં અઢળક રૂપિયા કમાતી હોય. બોરમની જેવા ઘણા બાળયુટ્યૂબર્સ છે જે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નાની ઉમરમાં ધનાઢ્ય બન્યા છે. જેમકે પાકિસ્તાનનો ક્યુટ પઠાણ અહેમદ શાહ. અહેમદ શાહ પણ પોતાની ચેનલમાંથી સારી એવી કમાણી કરી લે છે. બાળ યુટ્યૂબરમાં સૌથી વધારે કમાણી કરતો સ્ટાર રેયાન છે. 7 વર્ષના રેયાને પોતાની યુટ્યુબ ચેનલમાંથી 152 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેયાન પણ બોરમની જેમ પોતાની ચેનલમાં ટોયઝ રિવ્યુ કરે છે. તે પણ પોતાના ટેલેન્ટની મદદથી આટલી કમાણી કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News