વાછૂટની તકલીફ વધતા 67 વર્ષીય વૃદ્ધ હોસ્પિટલ ગયા, ડૉક્ટરે મળાશયમાંથી 59 ફૂટ લાંબું કરમિયું કાઢ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 17:40:26
  • Views : 2106
  • Modified Date : 2021-03-25 17:40:26

    થાઈલેન્ડમાં 67 વર્ષીય વ્યક્તિ વધારે પડતી વાછૂટની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગઈ હતી. દર્દીની ફરિયાદ સાંભળીને તપાસ કરતા ખબર પડી કે તેમના મળાશયમાં 59 ફૂટ લાંબુ કરમિયું હતું. ઓપરેશન કરીને તેમના મળાશયમાંથી આટલું મોટું કરમિયું કાઢવામાં સફળતા પણ મળી પણ સાથે આશ્ચર્ય પણ થયું.

    થાઈલેન્ડમાં નોંગ ખાઈ પ્રોવિન્સમાં રહેતા વૃદ્ધનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેઓ દુખાવો થતા સામાન્ય દવા લઇ લેતા હતા પણ હાલત બગડતા હોસ્પિટલના પગથિયા ચડ્યા હતા.આટલા લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલતા તેમાં 28 ઈંડાં હોવાનું માલુમ પડ્યું. 20 માર્ચે દર્દીની ટ્રીટમેન્ટ થયા બાદ હાલ તે સ્વસ્થ છે. આ કેસ જોઇને ડૉક્ટરે કહ્યું, દેશની મેડિકલ હિસ્ટરીમાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમવાર આટલું મોટું કરમિયું જોયું નથી. આ કૃમિ મનુષ્યના શરીરમાં 30 વર્ષથી વધારે જીવિત રહી શકે છે. જો કે, હાલના સમયમાં અનેક દવાઓ શોધાઈ ગઈ છે આથી આટલું લાંબુ આયુષ્ય શક્ય નથી.


    ડૉક્ટરે પેશન્ટના પરિવારને પણ મેડિકલ ટેસ્ટ કરાવવા સલાહ આપી અને દર્દીને કાચું મીટ ખાવાની ચોખ્ખી ના પાડી. પેટમાં કૃમિ થવા પાછળ તે સૌથી મોટું કારણ છે. દર્દીને ભોજન સુધારવાની પણ સલાહ આપી.જ્યારે મનુષ્યો કાચું કે અડધું રાંધેલું બીફ ખાય ત્યારે તેઓ પેટમાં કૃમિને આમંત્રણ આપે છે. તેને લીધે ઇન્ફેક્શન વધે છે.

Download Our B K News Today App



Related News