ગ્રીસમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન સામસામે અથડાતાં 32 વ્યક્તિના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 16:19:09
  • Views : 481
  • Modified Date : 2023-03-02 16:19:09

ગ્રીસમાં ગત મોડી રાતે બે ટ્રેન એકબીજા સાથે અથડાઈ ગઈ. આ દુર્ઘટનામાં 32 લોકોના મોત થઇ ગયા છે અને 85થી વધારે લોકો ઘાયલ છે. સેન્ટ્રલ ગ્રીસના લારિસા શહેર પાસે એક પેસેન્જર ટ્રેન અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ ગઈ. પેસેન્જર ટ્રેનમાં 350થી વધારે લોકો હતાં, જેમાંથી 250 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. દુર્ઘટના કોની ભૂલના કારણે થઈ છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

મંગળવારે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી થેસાલોનિકી જઈ રહી હતી. ત્યાં જ, માલગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનના શરૂઆતના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયાં. ત્યાં જ, બે ડબ્બા ખરાબ રીતે નષ્ટ થઈ ગયા. ટક્કર પછી ટ્રેનમાં આગ લાગી ગઈ. 155 ફાયર-ફાઇટર્સ સાથે 17 ફાયર બ્રિગેડની ગાડીઓ રેસ્ક્યૂ માટે દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ટ્રેનની આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો. થેસાલીના ગવર્નર કોન્સતંતિનોસે જણાવ્યું કે, દુર્ઘટના પછી ચારેય બાજુ કાટમાળ ફેલાઇ ગયો, જેના કારણે રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તૂટેલાં ડબ્બા અને કાટમાળને દૂર કરવા માટે ક્રેઈન બોલાવવામાં આવી છે.

ટ્રેન અકસ્માતમાં બચાવી લેવામાં આવેલાં એક પેસેન્જરે જણાવ્યું કે, ટક્કર થતાં જ ટ્રેનમાં ભાગદોડ થવા લાગી. બધા જ લોકો બૂમો પાડીને અહીં-ત્યાં ભાગવા લાગ્યાં. એક અન્ય પેસેન્જરે જણાવ્યું કે, જ્યારે ટ્રેન અથડાઇ ત્યારે એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. ઘાયલોને ઇલાજ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષિત બચેલા લોકોને એક બસ દ્વારા થેસાલોનિકી મોકલવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News