થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી મ્યાનમારમાં 300 ભારતીયોને બંધક બનાવાયા

  • Published By :
  • Published Date : 2022-09-21 17:34:24
  • Views : 277
  • Modified Date : 2022-09-21 17:34:24

મળતી માહિતી પ્રમાણે મ્યાવાડીના આ ગૃપે આશરે 300થી વધુ ભારતીયોને થાઈલેન્ડમાં જોબ આપવાની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવીને રાખ્યા છે. તેમાં તમિલનાડુના આશરે 60 લોકો છે. આ ઉપરાંત અન્ય દેશના લોકો પણ આ રેકેટનો ભોગ બની રહ્યા છે. આ અંગે કરાઈકલમેડુના એક માછીમારે પુડુચેરીમાં કરાઈકલના DCને પોતાના પુત્રને બચાવવાની અપીલ કરી છે. તેનો પુત્ર પણ ભારતીય બંધકોમાંથી એક છે. માછીમારના બીજા પુત્રે જણાવ્યું હતું કે, તેનો મોટો ભાઈ દુબઈમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ વર્ષની શરૂઆતમાં તેને પ્રમોશન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેને પોતાની થાઈલેન્ડની ઓફિસે લઈ ગયા હતા. થાઈલેન્ડથી તેને ગેર કાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈને બંધક બનાવવામાં આવ્યો હતો. મ્યાનમારના મ્યાવાડી પ્રાંતમાં એક ગૃપે 300થી વધુ ભારતીયોને બંધક બનાવીને રાખ્યા છે અને તેમને સાઈબર ક્રાઈમ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ લોકોને મ્યામાર સરકારનો સેન્ટ્રન કંટ્રોલ નથી એવા ક્ષેત્રમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર પારંપરિક રીતે આર્મ્ડ ગૃપના નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશોના લોકોને પણ બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. બંધક બનાવનારા ગૃપ મ્યાવાડીના છે. હકીકતમાં જ્યારે એક તામિલ યુવકનો SOS વીડિયો વાઈરલ થયો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે યુવકે તમિલનાડુ અને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી હતી. તેણે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું હતું કે, 'અમને દિવસમાં 15 કલાક સુધી કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જો અમે ના પાડીએ તો અમને માર મારવામાં આવે છે તથા ઈલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. અમારી પાસે બળજબરીપૂર્વક સાઈબરક્રાઈમ કરાવવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News