2019ની લોકસભા ચૂંટણી પછી નરેન્દ્ર મોદી જ બનશે વડાપ્રધાન: પ્રશાંત કિશોરની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 11:32:49
  • Views : 1018
  • Modified Date : 2019-04-14 07:21:41

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પ્રચારની કમાન સંભાળનારા પ્રશાંત કિશોરે ફરી આગાહી કરી છે કે આગામી વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી હશે, કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી બાદ મોદી ફરીથી વડાપ્રધાન બનશે, પ્રશાંત કિશોર હાલમાં જેડીયુના ઉપાધ્યક્ષ છે અને નીતિશ કુમારના નીકટના વ્યક્તિ છે, તેમને કહ્યું કે નીતિશ કુમારની વડાપ્રધાન બનવાની કોઈ શક્યતા નથી દેખાઇ રહી, નીતિશ એનડીએના મોટા નેતા છે પણ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે તેમને જોઈ શકાય નહી, જો કે આગામી સરકારમાં નીતિશ કુમારની ભૂમિકા  મહત્વની રહેશે તેમ તેમને જણાવ્યું છે, શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અંગે પ્રશાંત કિશોરે કહ્યુ કે હું શિવસેનાના આમંત્રણના પગલે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયો હતો, તેમાં કશું ખોટુ પણ નથી, કારણ કે શિવસેના એનડીએની સહયોગી પાર્ટી છે, જો કે શિવસેના માટે ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવાની વાતનો પ્રશાંત કિશોરે ઈનકાર કર્યો હતો.

Download Our B K News Today App



Related News