વલસાડ પાસેથી 173.55 કિલો ચાંદી ઝડપાઇ, ત્રણની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-25 14:43:29
  • Views : 498
  • Modified Date : 2023-02-25 14:43:29

રાજ્યમાં દાણચોરીનું દુષણ વધી રહ્યું છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી સોનુ ઝડપાયું છે, તો બીજી બાજું વલસાડ પોલીસે એક કરોડથી વધુ ચાંદીના દાગીના ઝડપાયા છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી શંકાના આધારે એક કાર માંથી ચોરખાના બનાવીને રાજસ્થાન લઇ જવાતું 173.55 કિલો ચાંદી ઝડપી પાડ્યું  છે. ત્રણ આરોપીની સાથે એક કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ  હાથ ધરી હતી. આ ચાંદી કોલ્હાપુરથી રાજસ્થાનના ઉદેપુર લઇ જવાતી હતી.

હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર મહારાષ્ટ્ર પાસીંગની એક મહિન્દ્રા વેરીંટો કાર આવતા પોલીસને શંકા ગઈ હતી.  આ કાર વજનદાર હોવાને લઈને શંકા જતા કાર નો પીછો કરી વલસાડના ધમડાચી પીરુ ફળિયા રામદેવ ઢાબા  પાસે આ કાર ને અટકાવી તેમાં તપાસ  કરતા કાર માંથી ચોરખાના માં મુકેલ ચાંદી મળી આવ્યું હતું.  જેની તપાસ કરતાં કુલ 173.5 કિલો ચાંદી મળી આવી હતી. જેની કિંમત 1 કરોડ 10 લાખ 94 હજાર 720 રૂપિયા  થાય છે. જેને અંગે બીલો માંગતા આરોપીઓ સંતોષ કારક જવાબ આપ્યા ન હતા.

Download Our B K News Today App



Related News