વિપક્ષે સવાલ કરતા નીતિશ કુમાર ભડક્યા, કહ્યું ‘તમે જ પીધેલા છો, આ લોકોને ગૃહની બહાર કાઢો’

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 16:55:44
  • Views : 145
  • Modified Date : 2022-12-15 16:55:44

2016ની સાલથી દારૂબંધીનું પાલન કરતાં બિહાર રાજ્યના સારણ જિલ્લાના છપરા તાલુકામાં તાજેતરમાં જ ઝેરી શરાબ પીવાથી એક લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેના પગલે અત્યાર સુધી 17 લોકોનાં મોત થઇ ગયા છે અને હતુ મૃત્યુઆંક વધી શકે છે. રાજ્ય સરકારની દારૂબંધીની નીતિ અંગે વિધાસભામાં મુખ્ય વિરોધપક્ષ એવા ભાજપના એક સભ્યએ પ્રશ્ન પૂછતાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સીધો જવાબ પવાને બદલે તે સભ્ય ઉપર તાડૂકી ઉઠ્યા હતા અને ગુસ્સામાં લાલચોળ થઇને તેમને જ કહ્યું હતું કે તમે પોતે જ પીધેલા છો. તે સાથે મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોને ગૃહની બહાર નીકળી જવા તાકીદ કરી હતી.

ભાજપના સભ્યોએ મુખ્યમંત્રીને આ મુદ્દે ઘેરવાની તક ઝડપી લીધી હતી અને તેમને વધુ ઉશ્કેર્યા હતા. મુખ્યમંત્રીએ ભાજપના સભ્યોને વળતો પ્રશ્ન કર્યો હતો કે શું અગાઉ તમે સરકારમાં નહોતા? શું તે સમયે શરાબબંધીની નીતિનું પાલન નહોતું થતું? વિરોધપક્ષના સવાલો પ્રત્યે લાલઘૂમ થઇને ઉશ્કેરાઇ ગયેલા નીતિશ કુમારનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો જેમાં મુખ્યમંત્રી એવું કહેતાં સંભળાય છે, શરાબી હો તુમ, ક્યા હુઆ’?  ત્યારબાદ નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ભાજપના સભ્યો ઉપર મુખ્યમંત્રી તાડુક્યા હતા અને માર્શલને આદેશ આપ્યો હતો કે તેઓને ગૃહની બહાર તગેડી મૂકવામાં આવે

Download Our B K News Today App



Related News