16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓઝોન ડે '32 years and Healing'ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 15:41:21
  • Views : 466
  • Modified Date : 2019-09-16 15:41:21

દર વર્ષે 16 સપ્ટેમ્બરે વર્લ્ડ ઓઝોન ડે મનાવવામાં આવે છે. તેનો હેતુ પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રા વાયોલેટથી સુરક્ષિત રાખી શકાય અને આપણે જીવનનું રક્ષણ કરતાં ઓઝોન સ્તર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેથી 16 સપ્ટેમ્બરે અલગ અલગ જગ્યાએ સેમિનાર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ દિવસ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનાર પદાર્થ પર મોન્ટ્રિયલ પ્રોટોકોલની યાદ અપાવે છે. વિયેના સંધિ હેઠળ ઓઝોન સ્તરના રક્ષણ માટે તમામ દેશો દ્વારા લેવાયેલ એક શપથ છે જેથી પૃથ્વી પર જીવનને સુરક્ષિત રાખવામાં આવે. દર વર્ષે ઓઝોન લેયરના સંરક્ષણ માટે એક અલગ થીમ તૈયાર કરીને લોકોને તેના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ ઓઝોન ડે 2019 થીમ '32 years and Healing' છે. આ થીમ દ્વારા મોન્ટ્રિયલ પ્રોટોકોલ હેઠળ સમગ્ર વિશ્વના દેશો દ્વારા ઓઝોન સ્તરના સંરક્ષણ અને જળવાયુની રક્ષા માટે ત્રણ દાયકાથી કરવામાં આવેલા પ્રયાસોની ઉજવણી કરવામાં આવે છે.વર્ષ 2018માં ઓઝોન ડિપ્લેશનનું લેટેસ્ટ સાયન્ટિફિક એસેસમેન્ટ પૂરું થયું. આ દરમિયાન કરવામાં આવેલી આકારણીમાં એ વાત સામે આવી કે વર્ષ 2000 બાદથી ઓઝોન સ્તરના ક્ષતિગ્રસ્ત હિસ્સામાં 1-3 ટકા રિકવરી થઈ છે. ઓઝોન સ્તરનું નિર્માણ ઓક્સિજન ત્રણ અણુથી મળીને બને છે. આ બહુ વધું પ્રતિક્રિયાશીલ ગેસ છે અને તેનાથી O3 સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કુદરતી અને માનવ પ્રવૃત્તિઓ સાથે પણ તેનું નિર્માણ થાય છે.ઓઝોન સ્તરને સૌથી વધારે નુકસાન માનવસર્જિત રસાયણોથી પહોંચે છે. જેમાં ક્લોરિન અથવા બ્રોમિન હોય છે. આ રસાયણોને ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ (OSD) તરીકે ઓળખવામાં આવે છે. તેની વધારે માત્રા ઓઝોન સ્તર ક્ષતિગ્રસ્ત થાય છે અને તેમાં છિદ્રો પડી થાય જેના કારણે સૂર્યના હાનિકારક કિરણો પૃથ્વી પર પહોંચીને વાયુમંડળને નુકસાન પહોંચાડે છે.

Download Our B K News Today App



Related News