અંબાજી ખાતે મોહનથાળ ની પ્રસાદી બંધ કરવાની હિલાચાલ ચાલુ રહી થઈ રહી છે તે મોહનથાળ નો પ્રસાદ બંધ ન થાય તે માટે યોગ્ય રજૂઆત કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-06 15:53:44
  • Views : 534
  • Modified Date : 2023-03-06 15:53:44

ભારતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તાજેતરમાં. આદિ જુગથી જે પ્રસાદ રૂપે મોહનથાળ દર્શનાથીઓને આપવામાં આવતો હતો તે બંધ કરવાની હિલાચાલ ચાલી રહી છે તેવા  સમાચાર લોકો મુખે છે. તાજેતરમાં ચર્ચાય છે. આ મોહનથાળ નો પ્રસાદ બંધ કરી અને ચીકીની પ્રસાદ શરૂઆત કરવાની વાત જે થઈ રહી છે એ તે બહુ જ દુઃખદાયક છે.. અને કેટલાય ભક્તોની આસ્થાને ઠેસ પહોંચેલ છે કારણ કે માના ધામમાં ગુજરાતમાંથી. લાખો લોકો દિવસમાં દર્શન અર્થે આવે છે અને આ મોહનથાળ નો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. ત્યારે અમુક લોકો તેમના અંગત સ્વાર્થ માટે મોહનથાળ બંધ કરાવી જે ચીકીનો બિઝનેસ ચાલુ કરાવવા જઈ રહ્યા છે.. અને અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા તેમના મળતીયાઓને ફાયદો કરાવવાની તજવીજ કરી રહ્યા છે તે ક્યારે સાખી નહીં લેવાય. ને માતાજીના ધામમાં મોહનથાળ નો પ્રસાદ દર્શનાર્થીઓ માટે ચાલુ રહે તે માટે  જાગીરદાર ક્ષત્રિય રાજપુત  એકતા મંચ  દ્વારા દરેક જાતિના લોકોને સાથે રાખીને કલેકટરસાહેબને ને ટૂંક સમયમાં રજુવાત કરશો તેમજ મુખ્યમંત્રી થી માંડી વડાપ્રધાન સુધી યોગ્ય લેખિત રજૂઆત આવનારા દિવસોમાં કરાશે. અને જૂની પરંપરા મુજબ મોહનથાળ ચાલુ રહે તે માટે દર્શનાર્થીઓના હિતમાં જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે તવું સમાજના યુવા અગ્રણી જશવંતસિંહ વાઘેલા એડવોકેટ પાલનપુર એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News