સ્પોર્ટ્સ
Recent News of સ્પોર્ટ્સ
10 કરોડથી વધુ ફોલોઅર ધરાવનાર પ્રથમ ક્રિકેટર વિરાટ કોહલી
ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ભેગા મળીને વિરાટ કોહલીના 10 કરોડથી વધુ ફોલોઅર છે. તેના ફેસબુક પર 3.35 કરોડ, ટ્વીટર પર 2.95 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 3.7 કરોડ લોકો ફોલો કરે છે.
વર્લ્ડકપ પહેલાં આપી કોહલીને ધોબીપછાડ...
ઇમામ ઉલ હક પાકિસ્તાની ઓપનર છે અને તે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. 24 વર્ષિય ઇમામ ડાબોડી બેટસમેન છે. ઇમામ હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન ગણાય છે.
સૌરવ ગાંગુલી કરશે વર્લ્ડકપમાં કોમેંટ્રી...
ઇંગ્લેંડ એન્ડ વેલ્સમાં 30મેથી શરૂ થનાર વર્લ્ડકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ કોમેંટટરોની યાદી જાહેર કરી દીધી છે. સાથે જ પોતાની બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લીધી છે. આ યાદીમાં ભારતના સૌથી ખાસ અને ટીમ ઇન્ડીયના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત બે અન્ય ભારતીયોના નામ યાદીમાં છે.
વર્લ્ડ કપ વિજેતા થનારી ટીમને મળશે આ ઇનામ
30મી મેથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે આઈસીસી દ્વારા પ્રાઇઝ મનીની જાહેરાત કરી દેવાઈ છે.
ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો
ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. પરંતુ ભારતીય ટીમની જાહેરાત સાથે આગામી વિશ્વ કપ-2019નું કાઉનડાઉન પણ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ દ્વારા આજે વિશ્વ કપ માટે ભારતના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
કોહલીએ તોડ્યું મૌન
30 મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વિશ્વ કપ માટે દરેક ટીમોએ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયાએ પણ 15 એપ્રિલની પોતાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
પત્ની અનુષ્કા શર્મા સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે વિરાટ...
સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસ્વીરો શેર કરી રહ્યાં છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા ગોવામાં એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે.
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
વિકેટકીપર રિદ્ધિમાન સાહાને 11 જુલાઈથી શરૂ થનારા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિષભ પંત સીમિત ઓવરોની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.
WORLD CUP: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી સેમિફાઇનલમાં પહોચે આ 4 ટીમ
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે, તેમના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે.
આજથી રાજકોટમાં મીની IPLનો પ્રારંભ
ઈન્ડિયન પ્રિમીયર લીગની પૂર્ણતા બાદ હવે આવતીકાલ તા.૧૪મીથી રાજકોટમાં ક્રિકેટનો ફિવર છવાઈ જશે. ચેતેશ્વર પૂજારા,જયદેવ ઉનડકટ સહિતના સ્ટાર ક્રિકેટરો ધરાવતી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું તારીખ 14મીએ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થશે,
ધોની IPLમાં આગામી વર્ષે રમશે કે નહીં? CSK ફેન્સને ભાવુક કરશે ક્રિકેટરનો ખુલાસો
ફાઇનલ મેચનાં પરિણામ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં ખુદ ધોનીએ એવો ખુલાસો કર્યો છે કે સીએસકેનાં ફેન્સ નિરાશ થઈ શકે છે.
ચેન્નઈના કોચે કહ્યું- ટીમ ઘરડી થઈ ગઈ છે, ટીમમાંથી અનેક ખેલાડીઓને તગેડી મુકવાના સંકેત આપ્યા
કૉચે કહ્યું કે, “જો તમે એક વર્ષે ટ્રોફી જીત્યા અને બીજા વર્ષે ફાઇનલમાં પહોંચો છો તો પ્રદર્શન સારું કહેવામાં આવશે. અમે સમજીએ છીએ કે ટીમ ઉંમરલાયક છે. અમારે નવેસરથી ટીમ તૈયાર કરવા પર વિચારવું પડશે.”
દીકરીઓને બહાર રમવા નથી જવા દેતો આ ક્રિકેટર, કહ્યું- જેને જે કહેવું હોય એ કહે.....
આફ્રિદીએ કહ્યું કે તેની દીકરીઓ રમતમાં સારી છે, પરંતુ તેમને ફક્ત ઇનડોર ગેમ રમવાની પરવાનગી છે.
મુંબઈ-ચેન્નઈની ફાઈનલ મેચમાં જોવા મળી આ ‘મિસ્ટ્રી ગર્લ’, જાણો કોણ છે આ બ્યુટીફુલ ગર્લ?
ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં એક યુવતી મુંબઈની ટી-શર્ટ પહેરીને ટીમને સપોર્ટ કરવા માટે પહોંચી હતી.
IPL 2019 ની સિઝનમાં ચમકેલા 5 નવા સિતારા
આઈપીએલમાં આ સિઝનમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ એવા નામ રહ્યાં જેણે પોતાના ખાસ પ્રદર્શનથી નવી ઓળખ હાસિલ કરી છે.
પોલાર્ડને આવ્યો ગુસ્સો અને પછી હવામાં જ......, અમ્પાયરે લઈ લીધો ઉધડો....
અમ્પાયર દ્વારા વાઈડ બોલ ન આપવા પર કીરોન પોલાર્ડ ભડકી ગયા અને તેમણે બેટ ઉછાળી દીધુ. ત્યારબાદ તે ક્રિઝમાં ઘણો બહાર જઈ ઉભો રહ્યો અને પછી બેટિંગમાંથી હટી ગયો.
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને કેટલા કરોડનું જંગી ઈનામ મળ્યું? આંકડો જાણીને આંચકો લાગશે
ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સને 12.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.
Final, Women's T20 Challenge
મહિલા ટી20 ચેલેન્જના ફાઇનલ મેચમાં વેલોસિટીને સુપરનોવાએ 4 વિકેટે પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ
આઈપીએલ ફાઇનલમાં આ ચોથી ઘટના હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો ત્રણ-ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે.


