જીવનથી કંટાળીને અને બીજા યુવાને માનસિક તાણને લીધે જીવન ટૂંકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 17:25:29
  • Views : 507
  • Modified Date : 2019-11-21 17:25:29

લિંબાયતમાં બે યુવાને ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. જેમાં એક યુવાને એકલવાયી જિંદગીથી કંટાળીને અને બીજા યુવાને માનસિક તાણનો અનુભવ હોવાથી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગોડાદરામાં લક્ષ્મી નગરમા રહેતા 30 વર્ષીય વિનુભાઈ જોગાભાઈ મકવાણા ગઈકાલે સવારે ઘરમાં લાકડાના ટેબલ પર ચઢી પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વિનુભાઈ મૂળ અમરેલીના ખાંભાના વતની હતા. તે 6થી 7 માસથી માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તે સાડીના ખાતામાં કામ કરતા હતા.બીજા બનાવમાં લિંબાયતમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 33 વર્ષીય ભુપેન્દ્રસિંહ પંડિત પાટીલ ગઈકાલે રાત્રે ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પોલીસ સૂત્રોએ કહ્યું હતું. ભુપેશની પત્ની સાથે રકઝક થઈ હોવાથી છેલ્લા કેટલાક સમયથી પત્ની પિયરમાં રહે છે. જોકે તેમણે એકલવાયા જીવનથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. તેમને બે સંતાન છે. આ બંને બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News