જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-17 13:36:50
  • Views : 93
  • Modified Date : 2026-02-17 13:36:50

 જામનગર તાલુકાના સિક્કા ગામમાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા વાલજીભાઈ કરસનભાઈ ચૌહાણ નામના 70 વર્ષના બુઝુર્ગના માથા પર તેમજ શરીરના અન્ય ભાગોમાં લાકડાના ધોકા વડે હુમલો કરી દઈ ગંભીર ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા જગદીશ વાલજીભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર ધર્મેન્દ્ર સાથે આરોપીને અગાઉ બોલાચાલી થઈ હોવાથી તેનું મનદુઃખ રાખીને આરોપી ધોકો લઈને ઘરે આવ્યો હતો, અને હાજર રહેલા ફરિયાદી બુઝુર્ગ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેઓને માથામાં ઈજા થઈ હોવાથી સરકારી હોસ્પિટલમાં બે ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ખારવા ચોકમાં પટેલ ડેરી તથા પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજય થોભણ ભાઈ ગડારા નામના વેપારીએ પોતાને તેમજ પોતાના ભાઈને લાકડાના ધોકા વડે હુમલો કરવાનો ભય બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલમાં રહેતા મનીષ ઉર્ફે કબુતર પરમાર તેમજ માંડાભાઈ પુંજાભાઈ ભરવાડ સામે ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓ ફરિયાદીની દુકાને ઉધારમાં સિગરેટ લઈ ગયા બાદ તેના પૈસાની ઉઘરાણી ના મામલે તકરાર કરી હતી, અને ધાકધમકી ઉચ્ચારી હતી.

 

Download Our B K News Today App



Related News