જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-09 14:09:38
  • Views : 66
  • Modified Date : 2026-03-09 14:09:38

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને કંસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શાહનવાઝ સલીમભાઈ ખીરા નામના 29 વર્ષના યુવાનને તેની પ્રેમિકાના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપતા શાહનવાઝે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ શાહનવાઝ ખીરાને આજથી અઢી વર્ષ પહેલા ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા હરીશભાઈ ભટ્ટીના પત્ની વીરૂબેન સાથે પ્રેમસંબંધ બંધાતા તે પોતાના પતિને છોડીને શાહનવાઝ સાથે રહેવા તેના ઘરે આવી ગઈ હતી અને ત્યારબાદ એકાદ વર્ષ પૂર્વે ઝઘડો થતાં હરીશભાઈએ શાહનવાઝ વિરૂઘ્ધ એસ્ટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ કરેલ જે કેસ અદાલતમાં ચાલુ છે દરમિયાન ગઈકાલે હરિશભાઈએ તેને ફોન કરી પત્નીને વીરૂને છોડી દે તેમ કહી જો તું વીરૂને નહીં છોડે તો તને જાનથી મારી નાખવાની ધમકી આપતા શાહનવાઝના મનમાં લાગી આવતા તેમણે થોડુંક ફિનાઇલ પણ પી લીધું હતું. આમ, છેલ્લા એકાદ વર્ષથી વારંવાર ફોન કરી હેરાન કરતા હોય જેથી સીટી એ ડીવીઝન પોલીસમાં તેમના વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Download Our B K News Today App



Related News