વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-19 14:28:07
  • Views : 72
  • Modified Date : 2026-02-19 14:28:07

વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક વેપારીનું ખભા પર પહેરવાનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જુના પાદરા રોડ પર રાજપથ સોસાયટીમાં રહેતા અને સન ફાર્મા રોડ પર દુકાન ધરાવતા કલ્પેશભાઈ મહંતે પોલીસને જણાવ્યું છે કે, 'ગઈકાલે રાત્રે હું મારી દુકાન બંધ કરીને રાત્રે 8:30 વાગે સ્કૂટર ઉપર પરત ફરી રહ્યો હતો ત્યારે મનીષા ચોકડીથી યુ ટર્ન લઇ ચરોતર સોસાયટી પાસે આવતા સ્કૂટર ઉપર આવેલા ત્રણ જણાએ મારો થેલો આચકી લીધો હતો. આ સાથે જ સ્કૂટર સાથે રસ્તા પર પડી ગયો હતો અને ત્રણે જણા ત્યાંથી ભાગી છુટ્યા હતા. થેલામાં રોકડા રૂ. દોઢ લાખ તેમજ બે મોબાઈલ હતા.' જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

 

Download Our B K News Today App



Related News