પ્રેમિકાને મળવા આવેલા યુવકને નગ્ન કરી માર માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 17:46:00
  • Views : 679
  • Modified Date : 2020-03-04 17:46:00

 શનિવારની રાતે મોટીડુગડોલ ગામમાંથી પ્રવીણભાઈ ઠાકોર નામનો યુવાન ગાડી ભાડે કરી રાજસ્થાનના ખાખરીયા જવા નીકળ્યો હતો ત્યારે ધાનેરાના કુંડી પાસે અચાનક ગાડી રોકાવી લાકડી વડે માર મારી ત્યાંથી પ્રવીણને રાજસ્થાનના ભમરીયા ગામ લઈ જઈ નગ્ન કરી ઢોર માર મારી છરી વડે મુંડન કરાયુ હતું.

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકાતા પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે ચાર આરોપીની ધરપકડ કરી હતી. પ્રવીણ કોઈ યવુતીને મળવા આવતો હોવાથી તેણે માર માર્યો હોવાની ચર્ચા છે.

Download Our B K News Today App



Related News