શિક્ષિકા-વિદ્યાર્થિનીને કોલગર્લ દર્શાવનારો યુવક ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 16:22:41
  • Views : 523
  • Modified Date : 2019-11-03 16:22:41

જૂના વાડજમાં રહેતી શિક્ષિકા અને વિદ્યાિર્થનીના ફોટા ફેસબુક પર મૂકીને નીચે કોલગર્લ દર્શાવનારા  શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. રાજકોટનો યુવક ફેક આઇડી બનાવીને યુવતીઓ સાથે વાતચીત કરતો હતો અને  કોઇ વાતચીત કરવાનો ઇન્કાર કરે તો હેરાન કરવા માટે તેમના ફોટા અપલોડ કરીને અજાણી વ્યક્તિનો મોબાઇલ નંબર લખતો હતો.

ેઆ કેસની વિગત એવી છે કે જુના વાડજમાં રહેતી શિક્ષિકાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી કે કોઇક અજાણી વ્યકિતએ તેમના તથા એક સગીરાના ફેસબુક ફોટા મુકીને નીચે કોલગર્લ લખીન ે બીજી કોઇક વ્યક્તિનોે મોબાઇલ નંબર મુક્યો હતો.આ ઘટના અંગે સાઇબર પોલીસે ફેસબુક પરના આઇપી લોગનું એનાલીસ કરીને તપાસ હાથ ધરી હતી. 

પોલીસે  રાજકોટમાં જવાહર રોડ પર માનસી એપાર્ટમેન્ટમાં રહેતા  ફેક આઇડી બનાવનારા ઋષિકેશ નલીનભાઇ દવેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં યુવક ફેસબુક પર ફેક આઇડી બનાવીને મહિલાઓ સાથે વાતચીત કરતો હતો 

પરંતુ કોઇ મહિલા વાત કરવાની ના પાડે તો હેરાન કરવા માટે તેમના ફોટા અપલોડ કરીને  ફોટા નીચે કોલગર્લ લખીને બીજી કોઇક અજાણી વ્યક્તિનો મોબાઇલ નંબર લખીને મુકતો હોવાનુ પીઆઇ વી.બી.બારડે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News