સરકારે બીજી વખત લોકોને લાઈનમાં ઉભા રાખ્યા, Yes Bankની બહાર લાઈનો લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 17:31:13
  • Views : 519
  • Modified Date : 2020-03-06 17:31:13

બેંકે YES બેંકના ખાતાધારકોને બેંકમાંથી 50,000 રૂપિયાથી વધુની રકમ વીડ્રો કરવા પર રોક લગાવી દીધી છે. જેથી દેશના અનેક મહાનગરોમાં યસ બેંકના એટીએમ બહાર ગ્રાહકોની લાંબી લાઈન લાગી હતી.  તો કેટલીક જગ્યાએ યસ બેંકના એટીએમ ખાલી થઈ ગયા હતા.બેંકમાં છેલ્લાં ઘણાં સમયથી નાણાંકીય અનિયમિતતાના સમાચારો આવી રહ્યાં છે. ત્યારે રિઝર્વ યસ બેંકમાંથી વીડ્રો કરવાની રકમ પણ અંકુશ મૂકી દીધો છે. આરબીઆઈએ આગામી આદેશ ન થાય ત્યાં સુધી બેંકના ગ્રાહકોને વીડ્રો કરવાની રકમ 50,000 રૂપિયા નક્કી કરી છે. બેંકનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં નાણાંકીય સંસ્થાનોના એક ગ્રુપને આપવાની પણ તૈયારી કરી છે.વડોદરા -વડોદરા સહિત સમગ્ર દેશમાં યસ બેન્કના ખાતેદારો ચિંતામાં મુકાયા છે. આર્થિક સંકટનો સામનો કરતી યસ બેન્કના ખાતેદારો પર આર બી આઇએ મહિનામાં 50 હજાર રૂપિયા જ ઉપાડી શકાશેની જાહેરાત કરતા ખાતેદારોમાં બેંકમાંથી રૂપિયા લેવા દોડધામ મચી છે. જેને પગલે સવારથી એ ટી એમ માંથી પૈસા ઉપાડવા માટે લોકોની લાઈનો લાગી છે. જો કે બેન્ક સત્તાધીશો દ્વારા એ ટી એમ પર બંધ ના સ્ટીકર મારી દેવામા આવ્યા છે. જેથી લોકો રોષે ભરાયા છે. ઘરમાં બીમારી હોવા છતાં પણ લોકો રૂપિયા નથી ઉપાડી શકતા જેથી સરકાર પાસે લોકો મદદ માંગી રહ્યા છે.આર્થિક કટોકટીમાં સપડાયેલી યસ બેન્કની બહાર તેના ખાતા ધારકોની લાઈન જોવા મળી રહી છે. અમદાવાદમાં સીજી રોડ પર આવેલી યસ બેંકની બ્રાન્ચમાં પણ કઈક આવાજ દ્રશ્યો સર્જાયા છે. બેન્કની બહાર ઉભા રહેલા ખાતા ધારકોને બેન્કના સ્ટાફ દ્વારા ટોકન આપવામાં આવ્યા અને તે ટોકન મુજબ ખાતા ધારકોને નાણા આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને બીજી તરફ યશ બેંકના તમામ એટીએમ ખાલી ખમ જોવા મળ્યા છે. જોકે ઉલ્લેખનિય એક બાબત એ છે કે બેંકે સુરક્ષાના ભાગ રૂપે પોલીસે પણ બોલાવી લીધી છે.ભાવનગર -ભાવનગરમાં વાધાવડી રોડ પર આવેલી યશ બેંકની શાખાની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી. પૈસા ઉપાડવાની મર્યાદાને લઈને બેંકના વિવાદના કારણે  લોકોએ બેંકની બહાર લાઈન લગાવી હતી અને ગ્રાહકોએ રૂપિયા ઉપાડવા માટે બેન્ક ખુલે તે પહેલાજ બેન્ક પર પહોચીને લાઈન લગાવી દીધી હતી.રાજકોટ -રાજકોટમાં યસ બેંકની બહાર પોલીસની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. શહેરમાં યસ બેંકની બહાર મોટી સંખ્યામાં ખાતાધારકો ઉમટી પડ્યા હતા અને ખાતાધારકો ઉશ્કેરાઈને તોડફોડ કરે તેવી શક્યતા વર્તાઈ રહી હતી. જેના કારણે યસ બેંકના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ પ્રોટેકશની માગણી કરી હતી. જેથી સમસ્યાની ગંભરીતાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા બેંકની બહાર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.સુરત -આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે. જેને પગલે મજુરા ગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક બહાર ખાતેદારોની વહેલી સવારથી પોતાના નાણાં ઉપાડવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક ખાતેદારો મોડી રાત્રે બેક પર દોડી ગયા હતા. તો વ્યવસ્થા જળવાય તે માટે ખાતેદારોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે.6 મહિનાથી જરૂરી ભંડોળ ઉભું કરવામાં નિષ્ફળઆરબીઆઈએ મોડી સાંજે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે યશ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ કરી દેવામાં આવે છે અને એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. અગાઉ લગભગ છ મહિના પહેલા રિઝર્વ બેન્કે મોટું કૌભાંડ સામે આવ્યા પછી પીએમસી બેન્કના કિસ્સામાં પણ આ પ્રકારનું પગલું ઉઠાવ્યું હતું. યસ બેંક ઘણા સમયથી ડૂબેલા દેવાંની સમસ્યાનો સામનો કરી ઔરહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈએ સરકાર સાથે ચર્ચા મસલત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. યસ બેન્કનું બોર્ડ છેલ્લા છ મહિનાથી જરૂરી ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ રહેતાં આરબીઆઈએ તેને પણ વિખેરી નાંખ્યું છે.અધિકારીઓ સાથે પણ કરી હતી ચર્ચાઆરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વસનીય પુનર્ગઠન યોજનાના અભાવે અને બેન્કોના થાપણદારોના જાહેરત હિતમાં આરબીઆઈ એવા આકલન પર પહોંચી છે કે સરકાર પાસે વર્ષ 1949ની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 45 હેઠળ યસ બેન્ક પર નિયંત્રણો લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. નિવેદનમાં જણાવાયું હતું કે બેન્ક મેનેજમેન્ટે એવા સંકેત આપ્યા હતા કે તે વિવિધ રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેઓ સફળ થશે તેવી સંભાવના હતી. બેન્ક મૂડી રોકાણની તકો માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી રહી હતી. આ રોકાણકારોએ આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.



Download Our B K News Today App



Related News