સાવધાન…WhatsApp પર લોકોને આવી રહ્યો છે ફેક મેસેજ, જેને ખોલવા પર એકાઉન્ટ થાય છે ખાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 12:46:25
  • Views : 593
  • Modified Date : 2019-09-30 12:46:25

વોટ્સએપ દરેક યુઝર્સની મનપસંદ મેસેજિંગ એપ છે. વોટ્સએપ પર ઝડપથી ફેક મેસેજ, ફિશિંગ અટેક અને સ્પેમ મેસેજનું માધ્યમ બનતું જાય છે. એ જ કારણ છે કે છેતરપિંડી કરનારા લોકોને બેવકૂફ બનાવવા ઉપયોગ કરી રહ્યા છે. આજકાલ વોટ્સએપ પર એક ફેક મેસેજ ફરતો થયો છેજેમાં યુઝર્સને મફતમાં Adidasના જૂતાં આપવાનો દાવો કરે છે. સ્કેમર્સને મોકલેલા મેસેજમાં Adidasના જૂતાં ફ્રીમાં આપવાની સાથે એક લીંક પણ મોકલે છે. પછી તે આપેલી લીંક પર ક્લીક કરવાનું કહે છે, જે મેલિશિયસ લિંક છે, જેમાં યુઝરનો પર્સનલ ડેટાનો ખતરો ઊભો થઈ શકે છે. જો તમને પણ આવો કોઈ મેસેજ આવે, જેમાં 70મી એનિવર્સરીને સેલિબ્રેટ કરવા પર Adidasની તરફથી 700 જોડી જૂતાં અને 7000 ટી-શર્ટ આપવાની વાત કરી છે.

જે મોકલેલા મેસેજ પર વિશ્વાસ ન કરો અને લિંક પર ક્લીક પણ ન કરો. આ બધી બાબત પર લિંક પર ક્લીક કરે છે અને ફેક વેબસાઈટ ખુલી જાય છે. જેમાં યુઝર્સ પાસે તેની પર્સનલ ડિટેલ માગવામાં આવે છે. વેબસાઈટ ઓરિજિનલ લાગે અને લોકોને મેસેજ પર પણ વિશ્વાસ આવી જાય એટલા માટે વેબસાઈટ યુઝરના પગની સાઈઝ પૂછવામાં પણ આવે છે. આ પહેલી વાર નથી થયું કે આ પ્રકારનો મેસેજ વાયરલ થયો છે.

આવા જ પ્રકારનો મેસેજ ગયા વર્ષે પણ વાયરલ થયો હતો. ગયા વર્ષ વોટ્સએપ પર ફ્રીમાં Adidasના જૂતાં જીતવાની તક મળે એવો મેસેજ ફરતો થયો હતો. તેમા યુઝર્સને એક લિંક પર ક્લીક કરીને Adidasના કોઈ એવા કોન્ટેસ્ટમાં પાર્ટીસિપેટ થવાનું કહેવામાં આવે છે, જેમાં કંપની 3000 ફ્રી શૂઝ વહેંચવાની વાત કરે છે. મેસેજમાં દાવો પણ કરવામાં આવે છે કે આ કોન્ટેસ્ટ Adidasની 93મી વર્ષગાંઠ પણ આપવામાં આવે છે. તે સમયે ખાલી Adidas જ નહીં ઝારા કંપનીને લઈને પણ ફેક મેસેજ વાયરલ થયા હતા.


Download Our B K News Today App



Related News