ધો.10નું ગણિતનું પેપર અઘરું, દાખલા ટ્વિસ્ટ કરીને પૂછાતા વિદ્યાર્થીઓ નિરાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 18:58:25
  • Views : 639
  • Modified Date : 2020-03-11 18:58:25

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. આજે બુધવારે ધોરણ 10માં ત્રીજુ પેપર ગણિતનું પેપર પૂર્ણ થયું છે. ગણિતનું પેપર અઘરું પૂછાતા વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા.

વિદ્યાર્થીઓને ગણિતનું પેપર ખૂબ જ અટપટું લાગ્યું

ગણિતના પેપરમાં 80માંથી 20 માર્કસના પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. A,B,C સેક્શનમાંથી B સેક્શન અને C સેક્શન ખૂબજ અઘરું લાગ્યું હતું. ગણિતના પેપરમાં વેલ્યુઝ અને દાખલા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ગણિતનું પેપર ખૂબ જ અટપટું પૂછ્યું હતું. આ વર્ષે NCERT(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) કોર્સ અમલમાં આવ્યો છે અને પ્રથમ વખત NCERT છે તો પેપર પ્રમાણમાં સરળ હશે. જો કે પેપર અઘરું પુછાયું હતું. પેપર સ્ટાઈલ જે હતી તેનાથી અલગ પૂછાયું હતું.

Download Our B K News Today App



Related News