દિવાળી બગડવાના એંધાણ!, આ વિસ્તારોમાં આવતીકાલથી 3 દિવસ વરસાદી ઝાપટાની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 14:58:53
  • Views : 1000
  • Modified Date : 2019-10-21 14:58:53

ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.એક ખાનગી સંસ્થાએ જારી કરેલી વિગતો પ્રમાણે, હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 20થી 23મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે.હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં સક્રિય થનાર વરસાદી સિસ્ટમથી ગુજરાતના કેટલાક ભાગોમાં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.બીજી તરફ રાજ્ય હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.19 અને 20મીએ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારમાં બે દિવસ દરમિયાન વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ શહેરોમાં મોડી રાત્રે ઠંડની અસર વર્તાવા લાગી છે. શુક્રવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન34.8 ડિગ્રી નોધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.9 ડિગ્રી નોંધાયું હતું.

Download Our B K News Today App



Related News