બ્રાઝિલમાં ફુટબોલ વર્લ્ડકપની ટ્રોફી ચોરી થઈ ગઈ હતી; 37 વર્ષ થઈ ગયા, તેમ છતા કોઈ પતો નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:32:34
  • Views : 385
  • Modified Date : 2020-12-19 11:32:34

    બ્રાઝિલ ફુટબોલની સૌથી સફળ ટીમ છે. તેને પાંચ વખત વર્લ્ડકપ જીત્યો છે. પણ તેની સાથે ફુટબોલની એવી કહાની પણ જોડાયેલી છે, જેને ભૂલાવવા માંગશે. વાત 19 ડિસેમ્બર 1983ની છે. આ દિવસે બ્રાઝિલની રાજધાની રિયો-ડિ-જેનેરિયોમાં જુલ્સ રિમે ટ્રોફી(એ વખતે ફીફા વર્લ્ડ કપની ટ્રોફી આ નામથી ઓળખાતી હતી)ચોરી થઈ ગઈ. ટ્રોફી બ્રાઝિલ ફુટબોલ સંઘના મુખ્યાલયમાં એક બુલેટપ્રુફ કાંચના શો કેસમાં રાખવામાં આવી હતી. પણ તેનો પાછળનો ભાગ લાકડાનો હતો. ચોરોએ હથોડા વડે તેનો પાછળનો ભાગ તોડીને ટ્રોફી ચોરી હતી. ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતા પણ ચોરી થયેલી ટ્રોફી નહોતી મળી.આવું પહેલી વખત નહોતું બન્યું જ્યારે વર્લ્ડ કપની ટ્રોફી ચોરી થઈ હોય. 1966માં પણ આ ટ્રોફી સેન્ટ્રલ લંડનના વેસ્ટમિન્સ્ટર હોલમાંથી ચોરી થઈ ગઈ હતી. જો કે, સાત દિવસ પછી પિક્સેલ નામના ડોગે તેને એક ઘરના ગાર્ડનમાં શોધી લીધી હતી. જ્યાં આ ટ્રોફી એક છાપામાં પડેલી હતી.

2012- પાર્ક ગ્યુન હે દક્ષિણ કોરિયાની પહેલા મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. જો કેસ 2017માં તેમને ભ્રષ્ટાચારના કારણે પદ પરથી હટાવવામાં આવ્યા. ઓગસ્ટ 2018માં તેમને 25 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

  • 2007-ટાઈમ મેગેઝિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ‘પર્સન ઓફ ધ યર’તરીકે પંસદ કર્યા
  • 1998- અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવે તે વખતના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પર મહાભિયોગ લગાવ્યો. જો કે, ઉચ્ચ ગૃહ સેનેટમાંથી તેમને છોડી મુકાયા હતા.
  • 1997- ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંથી એક ટાઈટેનિક રિલીઝ થઈ. ફિલ્મમાં લિયોનાર્ડો ડિ કેપ્રિયો અને કેટ વિન્સલેટ મુખ્ય ભૂમિકામાં હતા
  • 1984- ચીન અને બ્રિટન વચ્ચે 1997 સુધી હોંગકોંગ ચીનને પાછુ કરવાના કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1974- ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ ખેલાડી અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રિકી પોન્ટિંગનો જન્મ થયો
  • 1961- ગોવાને પોર્ટુગલની ગુલામીમાંથી આઝાદી મળી. ઓપરેશન વિજયના હેઠળ ભારતીય સૈનિકોને ગોવા, દમણ અને દિવને પોર્ટુગલથી મુક્ત કરાવ્યા.
  • 1941- જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે સેનાની પુરી કમાન પોતાના હાથમાં લઈ લીધી અને જર્મન સેના કમાન્ડરના ઈન ચીફ બન્યો
  • 1934- ભારતની પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો જન્મ
  • 1842- અમેરિકાએ હવાઈને પ્રાંત તરીકે માન્યતા આપી
  • 1154- કિંગ હેનરી દ્વિતીય ઈંગ્લેન્ડના સમ્રાટ બન્યાં.
  •     આજના જ દિવસે 1927માં ભારતની આઝાદીમાં સામેલ ત્રણ ક્રાંતિકારીઓએ અંગ્રેજોને ફાંસી પર લટકાવી દીધા હતા. ત્રણેયને કાકોરી ટ્રેન લૂંટ કાંડના આરોપી ઠેરવવામાં આવ્યા હતા. કાકોરી લૂંટ કાંડ ભારતની આઝાદીની મહત્વની ઘટનામાંથી એક છે. આ લૂંટમાં ચંદ્રશેખર સહિત દસ ક્રાંતિકારીઓ સામેલ હતા.'



Download Our B K News Today App



Related News