ટીક ટોક બનાવશે લખપતિ.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 14:51:35
  • Views : 1292
  • Modified Date : 2019-05-10 14:51:35

એપ સ્ટોર્સ પર પાછા ફર્યાના લગભગ એક અઠવાડિયા પછી Tik Tok એ એવો દાવો કર્યો હતો કે તેણે આઇઓએસ પર ટોચની ફ્રી એપ્લિકેશન તરીકે ફરી વન નંબર મેળવ્યો હતો. તેમજ આ એપ્લિકેશન Google Play Store પર ઉપલબ્ધ ‘સોશિયલ’ કેટેગરીની ફ્રી એપ્લિકેશન્સની ટોચ પર પહોંચી ગઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેની નવીનતમ બ્રાન્ડ કેમ્પેન #Return Of TikTok લોન્ચ કરી છે અને તે 5.4 મિલિયન (54 લાખ) વ્યૂઝ સાથે એપ્લિકેશન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એટલું જ નહીં, કંપની તેના વપરાશકારોને 1 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે.રૂપિયા 1 લાખ જીતવા માટે યૂઝર્સને સોશિયલ મીડિયા પર #Return of TikTok માઇક્રોસાઇટ પેજને શેર કરવું જરૂરી છે. આ માઇક્રોસાઇટમાં વપરાશકર્તાઓને એક લિંક મળશે જેના દ્વારા તેઓ iOS અને Android પર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. કંપનીએ જાણ કરી છે કે 1 થી 16 મી મે સુધી ચાલતી આ પ્રવૃત્તિમાં નસીબદાર વિજેતાઓને દરરોજ રૂપિયા 1 લાખ રોકડ મેળવવાની તક આપવામાં આવશે. માર્કેટમાં પરત ફરતા યૂઝર્સના રિસ્પોન્સથી ઉત્સાહિત થઇ Tiktok ઇન્ડિયાના મનોરંજન સ્ટ્રેટેજી અને ભાગીદારી હેડ સુમેધાસ રાજગોપાલે જણાવ્યું છે કે અમે ભારતમાં અમારા 200 મિલિયન (20 કરોડ)થી પણ વધુ યૂઝર્સને તેમના જબરદસ્ત રિસ્પોન્સ, સપોર્ટ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અમે અમારી ટિકટોક ફેમિલી સાથે લાંબો સફર કરવા ખૂબ ઉત્સાહી છીએ અને અમારા યૂઝર્સ માટે એક સુરક્ષિત તથા સકારાત્મક એક્સપિરિયન્સ આપવાની દિશામાં સક્રિય રૂપથી કામ કરી રહ્યાં છીએ.

Download Our B K News Today App



Related News