કોઈને 7.7 કરોડ વ્યૂઅરશિપ મળી તો કોઈ સતત નંબર 1 રહ્યો, આ 5 શોના કમબેકે ટીવીનો ઈતિહાસ બદલ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:55:31
  • Views : 357
  • Modified Date : 2020-12-30 11:55:31

    રામાનંદ સાગરની 80ના દાયકાની સિરિયલ 'રામાયણ' તથા બી આર ચોપરાના શો 'મહાભારત'એ લૉકડાઉનમાં ટીવી પર ઐતિહાસિક કમબેક કર્યું હતું. દૂરદર્શન ચેનલ પર આ બંને સિરિયલ પુનઃ પ્રસારિત થઈ તો ચાહકો પણ આ બંને શો પર ઓળઘોળ થઈ ગયા હતા. અન્ય ચેનલે પણ પોતાની જૂની સિરિયલનું પુનઃપ્રસારણ કર્યું હતું. લૉકડાઉનમાં ક્યા જૂના શો હિટ રહ્યાં તે જોઈએ.ડીડી નેશનલે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 'રામાયણ'એ વિશ્વભરમાં જોવાતી સિરિયલ તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 16 એપ્રિલ, 2020ના રોજ 7.7 કરોડ દર્શકોની સંખ્યા સાથે વિશ્વભરમાં સૌથી વધુ જોવાતો શો બન્યો હતો.

    'મહાભારત'નું બીજી વાર પ્રસારણ થતાં સિરિયલના કલાકારો લાઈમ લાઈટમાં આવ્યા હતા, આ શો ઘણીવાર નંબર વન રહ્યો હતો. રામાનંદ સાગરના શો 'શ્રીકૃષ્ણા' ઘણી વાર નંબર 1 પર આવ્યો હતો. આ શો બીજીવાર શરૂ થતાં દૂરદર્શન ચેનલ પર દર્શકોની સંખ્યામાં 40 હજારનો વધારો થયો હતો.નોન પ્રાઈમ ટાઈમ સ્લોટમાં શરૂ થયેલો શાહરુખ ખાનનો ટીવી શો 'સર્કસ' લૉકડાઉનમાં ઘણો જ લોકપ્રિય થયો હતો. દૂરદર્શનની એડવર્ટાઈઝિંગ રેવેન્યૂમાં ખાસ્સો વધારો થયો હતો.'બ્યોમકેશ બક્શી'નું પાત્ર ભજવનાર રજિત કપૂરે કહ્યું હતું કે ચેનલે છેલ્લાં થોડાં વર્ષમાં આ શો ઘણીવાર ટેલિકાસ્ટ કર્યો હતો. જોકે, લૉકડાઉનમાં શોની લોકપ્રિયતા વધી ગઈ હતી. શોને નવી જનરેશને ઘણો જ પ્રેમ આપ્યો હતો.


Download Our B K News Today App



Related News