બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડાના પંદરેક જેટલા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 17:03:07
  • Views : 621
  • Modified Date : 2020-01-08 17:03:07

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડાના પંદરેક જેટલા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી અટકતું હોવાથી થરાદની સીમના ખેતરોમાં થઇ રહેલ રેતીનુ પુરણ અટકાવવાને લઈને વડગામડાના ખેડૂતો દ્વારા આજે થરાદ પ્રાંત કચેરીએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.. થરાદના  વડગામડા, ઘેસડા, કોઠીગામ તેમજ અન્ય ગામોની સીમમાંથી કુદરતી વર્ષ જૂનું આવતુ વરસાદી પાણીનુ વહેણ થરાદ ની સીમ વાળા ખેતરોમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં હાયવા, અને ટ્રકો વડે રેતી અને માટીનું પુરાણ કામ કરી આ પાણીના વહેણ ને અટકાવી રહ્યા છે જેથી વડગામડા ના પંદરેક જેટલા ખેડૂતોના ખેતરો ડુબમાં જતા હોય યોગ્ય કાર્યવાહી કરીને આ કામને અટકાવવામાં આવે અને જે 15 જેટલા ખેડૂતો છે તેવો પોતાના માલીકીની ના ખેતરોમા રહેઠાણના મકાન બનાવીને રહી રહ્યા છે અને ખેતી તેમજ પશુપાલન ધંધો કરીને સ્વતંત્ર માલીકીની ખેતરો છે,જેથી થરાદના આગળના ગામોમાંથી વરસાદી પાણીનુ કુદરતી વહેણ આવી ને ખેતરોમાંથી પસાર થઈ થરાદ -ધાનેરા હાઈવે નીચે પુલ દ્વારા પસાર થઈને મલુપુર ની સીમમાંથી આગળ જાય છે,અને વર્ષ 2015 અને 2017 પૂરું માં આવેલું પાણી પણ અહીંથી પસાર થયું હતુંજે વરસાદી પાણીનુ કુદરતી વહેણ છે તે અગાઉ ઘણા વર્ષોથી આવે છે જેથી ખેડૂતો દ્વારા રેતી અને માટી થી ટ્રકો ભરીને ખેતરોમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે તેને તાત્કાલિક અટકાવવામાં આવે તેવી માંગ સાથે વડગામડા ના પંદરેક જેટલા ખેડૂતોએ આજે થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને ને આવેદન પાઠવ્યું હતું

 

 

Download Our B K News Today App



Related News