સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 13:27:22
  • Views : 557
  • Modified Date : 2019-11-09 13:27:22

 આ સાથે જ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સાથે કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે મંદિર નિર્માણના નિયમો બનાવવામાં આવે. જે ટ્રસ્ટમાં ત્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે.

ચુકાદા પહેલાં શિયા વકફ બોર્ડના વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, અમારો દાવો હતો કે મીર બાકી શિયા હતાં અને કોઇપણ શિયાએ બનાવેલી મસ્જિદ સુન્નીને ન આપી શકે. તેથી તેના પર અમારો અધિકાર છે અને આ જમીન અમને આપી દેવામાં આવે.શિયા વકફ બોર્ડ ઇચ્છતુ હતું કે ત્યાં ઇમામ-એ-હિંદ એટલે કે ભગવાન રામનું ભવ્ય મંદિર બને, જેથી હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરુ પાડી શકાય.·         સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી સુનાવણી થઈ, હિન્દુ-મુસ્લિમ પક્ષે 160 કલાક કરતાં વધારે સમય સુધી દલીલો સાંભળીને 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતોસુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. બેન્ચના અધ્યક્ષ CJI45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે.

ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય અંશો

Download Our B K News Today App



Related News