સન્ની લિયોનીએ કર્યો સૌથી મોટો ખુલાસો, શા માટે શરૂ કર્યું હતું આવું કામ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 20:34:52
  • Views : 725
  • Modified Date : 2019-06-27 20:34:52

અરબાઝ ખાન પોતાનાં શો પિંચને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ તેના શોમાં સન્ની લિયોની આવી હતી. તેની સાથે વાતચીચમાં ઘણા ખુલાસા થયા છે. સન્નીએ તેના પાછળનાં પ્રોફેશન વિશે ખુલીને વાત કરી હતી. આ શોમાં બધા સેલેબ્સ કોમેન્ટનાં જવાબ આપે છે.

તો આ દરમિયાન એક કોમેન્ટ આવી કે, સન્ની લિયોનીને ખબર હતી કે પોર્ન બેન થવાનું છે. એટલે સમજદારી પુર્વક તેણે સમયે પોતાનું કરિયર બદલી લીધું. આ કોમેન્ટનાં જવાબમાં સન્નીએ કહ્યું કે, સાચુ કહ્યું, હું દુરદર્શી છું.

કોમેન્ટનો જવાબ આપવા સિવાય સન્નીએ પોતે એડલ્ટ સ્ટાર શા માટે બની એ પણ જવાબ આપ્યો. તેમણે પોતાની પાછળની લાઈફ વિશે વાત કરતા કહ્યું કે મે હંમેશા એવા નિર્ણય કર્યા કે જે સમય પ્રમાણે સાચા હતા અને સારા હતા. તો તમે સમજી શકો છો કે પોર્ન સ્ટાર બનવાનો નિર્ણય પણ મે વિચારીને જ લીધો હશે. આ બધી વસ્તુમાંથી બહાર નીકળવાનો નિર્ણય પણ મે સમજી વિચારીને જ કર્યો છે.

જો કે સન્ની લિયોનીએ આ વાતનો ઘણી વખત ખુલાસો કર્યો છે. તે કહેતી આવી છે કે તે કોઈ પણ નિર્ણય જલ્દી જ નથી લેતી. જો ક્યારેક કંઈ દુવિધા હોય તો તે બીજા પાસેથી સલાહ પણ માંગે છે. ખાસ કરીને પોતાના પતિ ડેનિયલ પાસે સલાહ માંગવાથી તે ક્યારેય નથી શરમાતી.

ઉલ્લેખનીય છે કે સન્ની હંમેશા પોતાના પાછળનાં કરિયરને લઈને કોન્ફિડેન્ટ રહી છે. એનું એક જ કારણ છે કે તેણે સાચા સમયે સાચા નિર્ણય લીઘા અને હંમેશા હિમ્મત સાથે મહેનત કરી. જેના લીધે આજે તે બોલિવૂડમાં ટોપ પર છે. હાલમાં તે કોકા કોલા ફિલ્મમાં કામ કરી રહી છે. જુઓ સન્નીના કેટલાક હોટ ફોટો…

Download Our B K News Today App



Related News